Wednesday, August 10, 2022

♻️પ્રથમ ફોટો
🇮🇳 વડાપ્રધાન મોદી સાહેબ સાથે બનાવો આપનો હર ઘર તિરંગાનો ફોટોClick here
♻️બીજો ફોટો બનાવો
🇮🇳 75 REPUBLIC DAY હર ઘર તિરંગાનો આપનો ફોટો જાતે બનાવોClick here
♻️ત્રીજો ફોટો બનાવો
🇮🇳હર ઘર તિરંગા






 

Friday, February 18, 2022



એક ભારત શ્રેષ્ઠ ભારત



EK BHARAT SHRESHTH BHARAT
DOWNLOAD KARVA-PDF FILE
EXCEL FILE-DOWNLOAD KARVA

Sunday, January 23, 2022

 View all paver blocks and kerbs installed by Vyara Tiles at Statue of Unity from this 360° Photos and feel like you are actually present at the location.



Statue of unity 360° view

Monday, July 19, 2021

 *બચત બેંકના પાઠ ભણાવતી પ્રાથમિક શાળા | Primery school teaching savings bank lessons|Good News Gujarat|Ep.148*

https://youtu.be/xPD0PNvxsTg

CLICK HERE

*જુઓ ગુડ ન્યુઝ ગુજરાત પર ખાસ સ્ટોરી*

પ્રાદેશિક સમાચાર-

CLICK HERE





*તમને આ સ્ટોરી ગમી હોય તો જરૂરથી શેર કરો લિંક*

Thursday, October 29, 2020

શાળાની બોલતી તસ્વીરો-PDF સ્વરૂપે ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.








૧.પ્રજ્ઞા વર્ગના ટુલ્સ-DOWNLOAD
૨.બેન્ચીસ અને વર્ગ-DOWNLOAD
3.સામાજિક વિજ્ઞાન-ભાષા-DOWNLOAD
૪.ગણિત-વિજ્ઞાન-DOWNLOAD
૫.રંગબેરંગી ચિત્રો-અને ઇનોવેશન-DOWNLOAD

Friday, September 18, 2020

 શબ્દ ડાયરી


ધોરણ-1 અને ધોરણ -2 ના બાળકોને કામ આવે તેવી શબ્દ ડાયરીની પ્રિન્ટ કરવા માટે અહીં ક્લિક કરો-

SHABD DAYRI

આ ફાઇલ ની પ્રિન્ટ કરી કટિંગ કરી ગોઠવીને તે ધોરણ-1/2 ના બાળકોને આપી શકાય.

સોર્સ-what's up(આ ફાઇલની સોફ્ટ કોપી અમે બનાવેલ નથી પણ વ્હોટ્સ એપ ના માધ્યમથી મળેલ છે)

Sunday, April 5, 2020






SCHOOL ACTIVITY


WELCOME

vaghas primary school









Tuesday, March 17, 2020

વઘાસ પ્રાથમિક શાળા,તા-કપડવંજ,જી-ખેડા
પર્યાવરણ પ્રયોગશાળા
શાળાના બાળકો અને શાળાના શિક્ષકો દ્વારા શાળામાં પર્યાવરણ પ્રયોગ શાળા અંતર્ગત નીચે મુજબની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
૧.જમીન સંવર્ધન-જમીન સુધારણા માટે સૌ પ્રથમ શાળાના ખુલ્લા ભાગમાં (જ્યાં વાવેતર કરવાનું છે તે જગ્યા પર ટ્રેક્ટર મારફતે માટી નાખવામાં આવી અને ત્યાર બાદ જમીનને ખેડવામાં આવી અને જમીન સમતલ કરવામાં આવી. ત્યાર બાદ તેમાં ૧ ટ્રેક્ટર છાણીયું ખાતર નાખવામાં આવ્યું અને તેમાં મેથી, ટામેટા,પાલક,ધાણા, રીંગણ,ગવારનું વાવેતર કરવામાં આવ્યું. જેનો ઉપયોગ બાળકો માટે મધ્યાહન ભોજનમાં કરવામાં આવ્યો.
૨.પ્લાસ્ટીકની બોટલમાં છોડ- નકામી પ્લાસ્ટિક બોટલ લાવવામાં આવી તેને ઉપરથી કાપવામાં આવી. અને તેને કલર કરી રંગબેરંગી બનાવવામાં આવી તેમાં નર્સરીમાંથી છોડ લાવી ઉછેરવામાં આવ્યા. અને તેનાથી બાળકોને શાળા પ્રત્યેનો લગાવ થવા લાગ્યો.
૩.ફુવારા પદ્ધતિ/ટપક પદ્ધત્તિ-શાળાના બગીચામાં વાવવામાં આવેલ વિવિધ છોડ મેથી/પાલક/ધાણા ટામેટામાં ટપક પદ્ધતિ ધ્વારા પાણી પહોચાડવામાં આવ્યું. તથા શાળામાં આવેલ બગીચામાં (લોનમાં) ફુવારા ધ્વારા પાણી પીવડાવવામાં આવે છે.
૪.પોસ્ટર/નમૂનાનું નિર્માણ-શાળાના મેદાનમાં આવેલ વિવિધ ફૂલ-છોડ-વૃક્ષનું નામકરણ કરવામાં આવ્યું અને તેનાથી બાળકોને માહિતગાર કરવામાં આવ્યા.
૫.નર્સરી નિર્માણ-પ્લાસ્ટીકની કોથળીમાં વિવિધ ૫૦૦ બીજનું વાવેતર કરવામાં આવ્યું.જેવા કે-નીલગીરી,આસોપાલવ,સરગવો વગેરે...અને તે ઉછેરી બાળકોને આપવામાં આવશે.
૬.એક બાળ એક છોડ-શાળામાં નિર્માણ કરવામાં આવેલ નર્સરીમાંથી બાળકોને એક એક છોડ આપી પોતાના ઘરે/ખેતરમાં છોડ વાવી ઉછેર કરવા જણાવવામાં આવ્યું.
૭.ફૂલ-છોડ-ઝાડ સંરક્ષણ-શાળામાં વાવેલ ફૂલ છોડ-ઝાડ ને નુકશાન ન થાય તે હેતુથી પ્લાસ્ટીકની જારી વડે આ જગ્યાને કવર કરવામાં આવી.
૮.બીજ બેન્ક-શાળાના બાળકો અને શિક્ષકો ધ્વારા વૃક્ષો અને ફળના બીજ સ્થાનિક જગ્યાઓમાંથી ભેગા કરવામાં આવ્યા અને તેનો ઉપયોગ શાળાની નર્સરીમાં કરવામાં આવે છે.

પર્યાવરણ પ્રયોગશાળાના હેતુઓ
• પર્યાવરણ શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતિ, જ્ઞાન, વલણ, કૌશલ્ય અને સહભાગિતાનું સ્થાપન કરવું.
• જીવન ઉપયોગી આર્થિક ઉપાર્જનનું વ્યવસ્થાપન અને નિર્માણ કરવું
• શાળા કક્ષાએ પર્યાવરણ પ્રોજેક્ટ કાર્ય થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવી.
• દૂષિત પર્યાવરણની આડઅસરોને નિર્મૂલન કરવા માટે પ્લાસ્ટિક મુક્ત સમાજ અને રાસાયણિક ખાતરના ઉપયોગ પર પ્રતિબંધનો પ્રયાસ કરવો
• રોજીંદા જીવનમાં પર્યાવરણ પોષક બાબતોને સ્થાન આપવું

પર્યાવરણ પ્રયોગશાળાનો ધ્યેય


• પર્યાવરણ જાગૃતિ
• પર્યાવરણ પ્રયોગ-પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ
• જીવન વ્યવહારમાં પર્યાવરણનો ઉપયોગ



Monday, November 25, 2019

Sunday, September 29, 2019








AR ટેકનોલોજી નો ઉપયોગ
અહી નીચે આપેલ લીનક પરથી એપ ડાઉનલોડ કરો ત્યારબાદ ઉપર આપેલ ચિત્ર પ્રિન્ટ કરી તેનું BOX બનાવવું અને આપેલ એપ વડે સ્કેન કરવાથી સૌરમંડળનું દ્રશ્ય આપના મોબાઈલમાં જોઈ શકશો 
આ એપ્લીકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.(GALACTIC EXPLORE FOR MERGE CUBE)-
Download here

શરીરના અવયવો માટેની એપ-Download here

Tuesday, September 17, 2019


પ્રાથમિક શાળાઓ માટે ONLINE LINK-
૧.ઓનલાઈન હાજરી          -         અહી ક્લિક કરો.
૨.આધાર ડાયસ લોગીન માટે  -         અહી ક્લિક કરો.
૩.મધ્યાહન ઓનલાઈન એન્ટ્રી -        અહી ક્લિક કરો.
૪.એકમ કસોટી માર્ક્સ ઓનલાઈન-     અહી ક્લિક કરો.
૫.શિષ્યવૃત્તિ ઓનલાઈન-               અહી ક્લિક કરો.
૬.જવાહર નવોદય ફોર્મ માટે-           અહી ક્લિક કરો.
૭.SSA OFFICIAL WEB-       અહી ક્લિક કરો.
૮.PSE/NMMS/ચિત્ર ફોર્મ ભરવા-   અહી ક્લિક કરો.
૯.બાલશ્રુષ્ટિ ના અંક –                     અહી ક્લિક કરો.         
૧૦.જીવન શિક્ષણ અંક-                   અહી ક્લિક કરો.
૧૧. ઇનોવેશન (IIM)-                   અહી ક્લિક કરો.
૧૨.ઓનલાઈન પગાર-માસિક પત્રક-   અહી કિલક કરો.
૧૩.ધોરણ-૧ થી ૧૨ના પુસ્તકો માટે-  અહી ક્લિક કરો.
૧૪.સાંસ્કૃતિક કાર્યક્રમ વિડીયો-          અહી ક્લિક કરો.
૧૫.ખેલ મહાકુંભ એન્ટ્રી-                અહી ક્લિક કરો.
૧૬.આધાર ડાઉનલોડ કરવા.-           અહી ક્લિક કરો.
૧૭. PFMS(હિસાબી) એન્ટ્રી-         અહી ક્લિક કરો.
 

જે.પી. પટેલ-૯૮૭૯૯૨૭૮૫૩ વઘાસ પ્રાથમિક શાળા
અન્ય માહિતી અને પત્રકો માટે બ્લોગની મુલાકાત લો- http://vaghas.blogspot.com/
ઉપયોગી website-
ગુજરાતી સાહિત્ય-click here
ગુજરાતી પ્રતિભા પરિચય-click here

Wednesday, April 3, 2019

પરીક્ષા આયોજન અંગેની વિવિધ ફાઈલો-

૧.પરિક્ષા ફાઈલ -વર્ડ-ડાઉનલોડ
૨.બ્લોકમાં બેઠક વ્યવસ્થા-ડાઉનલોડ
૩.બેઠક વ્યવસ્થા સ્ટીકર-ડાઉનલોડ
૪.રોજની હાજરી રીપોર્ટ-ડાઉનલોડ
૫.નામ વાઈઝ ગુણસ્લીપ-ડાઉનલોડ
૬.સમગ્ર પત્રકોની વર્ડ ફાઈલ-ડાઉનલોડ
૭.સુપરવાઈઝર હાજરી પ્રમાણપત્ર-ડાઉનલોડ
૮.સુપરવાઈઝર હાજરી પ્રમાણપત્ર વર્ડ-ડાઉનલોડ
નકશો વિશ્વ-ડાઉનલોડ
નકશો ગુજરાત-ડાઉનલોડ
નકશો ભારત-ડાઉનલોડ
ગ્રાફ-ડાઉનલોડ

Tuesday, December 25, 2018

“ગમતી શાળા”-મારી કલ્પનાની શાળા
ઘર કરતા મને વધુ ગમે મારી શાળા

શાળા કેવી હોવી જોઈએ ?
બાળકોને ગમે એવી ?
શિક્ષકોને ગમે એવી ?
વાલી(માતા-પિતા)ઓને ગમે એવી ?
અધિકારીને ગમે એવી ?
કોઈ એક ગામમાં દુકાન આવેલી હોય છે.તો તે દુકાન કેવી હોવી જોઈએ ?(હા બરાબર છે...ગ્રાહકને ગમે એવી )
કોઈ કંપની વેચવા માટે ગાડી બનાવે...તો ગાડી કેવી હોવી જોઈએ ?(yes right..ગ્રાહકને ગમે એવી)
આવા તો અઢળક ઉદાહરણ આપી શકાય...
અહી ઉપભોક્તા(ગ્રાહક) તરીકે બાળક રાખીને વિચારી શકાય કે શાળા કેવી હોવી જોઈએ?(right..બાળકોને ગમે એવી)
તો બાળકોને શું ગમે ?
રમવું, નાચવું, કૂદવું, બનાવવું, જોડવું, વાળવું, કાપવું, ચોટાડવું, ઉજવવું, બતાવવું, જોવું.....વગેરે સાથે સાથે ..હરીફાઈ,પ્રોત્સાહન,ઇનામ-સાથે ભણવાનું તો ખરું જ હો...
આ બધુ જ એક જ જગ્યાએ મળી જાય તો....!!! તો તો મજા જ પડી જાય....
અમારી શાળામાં.......
·      * અવનવી રમતો શાળામાં રમાડાય છે.(૧ મિનીટ ગેમ,MONDAY GAME)
·     *  વિવિધ સ્પર્ધાઓ શાળામાં યોજાય છે.(વોઈસ ઓફ વઘાસ,ક્વીઝ,વકૃત્વ.....)
·      *જાત-જાતની પ્રવૃત્તિઓ શાળામાં થાય છે.
(ઘડિયાળ,ઘર,ગાડી,કચરાપેટી,વેસ્ટમાંથી બેસ્ટ વગેરે બનાવવા)
·       *વિવધ પ્રકારના પ્રદર્શનો યોજાય છે.(શાકભાજી,પુસ્તકો,વિજ્ઞાનના સાધનો)
·       *પ્રવુતિઓ-સ્પર્ધાઓમાં ઇનામ આપી પ્રોત્સાહિત કરાય છે.
·       *બાળકોને ગમતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો-વેશભૂષા
·       *દરેક બાળકનો જન્મદિન કાર્ડ આપી શાળામાં ઉજવાય છે.
·       *શાળામાં ફિલ્મો અને પ્રેરણાદાયી વિડીઓ મોટા સ્ક્રીન પર બતાવવામાં આવે છે.
·       *શાળામાં ૨ સ્માર્ટ ટેકનોલોજીના ઉપયોગ વડે શિક્ષણકાર્ય.(જ્ઞાનકુંજ)
·       *દરેક વર્ગમાં પૂરતા પ્રમાણમાં ભૌતિક સુવિધાઓ છે.(બેન્ચ,ડેસ્ક,શેતરંજી,પંખા)
·       *બાળસંસદના સભ્યોની દરેક એક્ટીવીમાં સહભાગીદારી.
·       *બાળકો ધ્વારા સંચાલિત વિવધતાસભર પ્રાર્થના સભા.
·       *બાળકોની પ્રવૃત્તિ દર માસે શાળાના સામયિક-“પ્રગતિ”માં છાપવામાં આવે છે.(છેલ્લા ૧૨ માસથી બહાર પડે છે.)
·       *ગામમાં ચાલતા ગ્રુપમાં બાળકોએ કરેલ પ્રવૃતિ સેર કરવામાં આવે છે.
·       *બાળકોની બચત બેંક શાળામાં જ ચલાવવામાં આવે છે.-“ઉત્કર્ષ બેંક”
           (બાળકો ધ્વારા સંચાલન-૬૦૦૦૦/-જેટલી બચતો તા-૧૫/૧૨/૧૮ ની સ્થિતિ)
·      * ૨ પ્રકારના બાળકોને ગમતા યુનિફોર્મ
·       *શાળાનો સુંદર મજાનો બગીચો(લોન સાથે)
·      *16 CCTV કેમેરાથી સજ્જ શાળા.(વર્ગખંડમાં થતી નાની-મોટી ચોરીમાં ઉપયોગી)
·       *શાળાના શૈક્ષણિક બ્લોક પર બાળકોની પ્રવુતિના ફોટો.- https://vaghas.blogspot.com/
·       *યુ-ટુબ ચેનલ પર બાળકોના વિડીયો
·       *તહેવારોની શાળામાં ઉજવણી.(હોળી,દિવાળી,ઉતરાયણ.....)









Thursday, December 6, 2018

આપને અને આપણો વ્યવસાય
“જોઇને અડચણ ના અટકો, ના ડરો,
ભીત તોડો ને નવો રસ્તો કરો.”
મનુષ્યના સ્વભાવ પ્રમાણે હમેશા બીજાની થાળીમાં મોટા લાડુ દેખાતા હોય છે. એટલે કે કહી શકાય કે પોતાના વ્યવસાય કરતા બીજાનો વ્યવસાય વધુ સારો લાગતો હોય....અને પોતાના સુખ કરતા બીજાનું સુખ વધારે લાગતું હોય છે.
વાસ્તવિકતા તો એ છે કે માણસને પોતાના વ્યવસાય/નોકરીનું ગૌરવ હોવું જોઈએ.પોતે કરતા હોય તેવી નોકરીનું ગૌરવ હોવું જોઈએ .મારા પણાનો ભાવ હોવો જોઈએ....નોકરી/વ્યવસાય ગમવો જોઈએ.
“તમે દરેક તકલીફ માટે એક નિરાકરણ શોધો અથવા દરેક નિરાકરણ માટે એક તકલીફ શોધો.”
અહી એક નાની વાર્તા રજુ કરી છે..જ સમજવા લાયક છે.....

એક નાનું સર્કસ. રોજ ત્રણ ખેલ ચાલે, ઘણા જુદા-જુદા કરતબ બતાવે. ત્યાં એક બબલુભાઈ. ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવે, સવારના નવ વાગ્યાના શોમાં એનાઉન્સમેન્ટ થયું, “હવે બબલુભાઈ આપણને ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવશે” બબલુભાઈએ ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવ્યું. બાર વાગ્યાના શોમાં એનાઉન્સમેન્ટ થયું, “હવે બબલુભાઈ આપણને ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવશે” બબલુભાઈએ ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવ્યું. પણ ત્રણ વાગ્યે જ્યારે એનાઉન્સમેન્ટ થયું ત્યારે બધા શોધે કે બબલુભાઈ ક્યાં ? બબલુભાઈ પડદા પાછળ ટીફીન ખોલીને ખાવા બેઠા હતા. સર્કસના માલિકે કહ્યું કે “ જલદી ચાલ બબલુ, હવે તારા કરતબનો વારો છે. ત્યારે બબલુભાઈ કહે “આંખો દિવસ કામ જ કરાવ્યા કરશો કે પછી શાંતિથી ખાવા પણ દેશો ?????
આપણે પણ આવા બબલુભાઈ જેવા જ છીએ અને આપણા વ્યવસાયનું પણ આવું જ છે, જેમ બબલુભાઈ ૪૦ લાડવા ખાવાને પોતાનો વ્યવસાય સમજે છે તેમ આપણે પણ બાળકોને ભણાવવું તેને આપણો વ્યવસાય તરીકે જ માની લીધો છે, પરંતુ જો બબલુભાઈ જે દિવસે વિચારશે કે ૪૦ લાડવા ખાવાના કરતબમાં લોકોના મનોરંજનની સાથે-સાથે પોતાની ભૂખ પણ સંતોષાય છે,તે દિવસથી તેને ટિફિનની જરૂર નહી રહે, આપણે જે દિવસે પણ શિક્ષક્ના વ્યવસાયની ઉપર જઈને વિચારીશું કે આપણને બાળકોને સુશિક્ષિત અને સમાજ-ઉપયોગી બાનાવવા માટેના કામના વળતરમાં આપણને પગારની સાથે-સાથે “વિદ્યાદાન” કર્યાનું પુણ્ય પણ મળે છે તે દિવસથી આપણે શિક્ષણ આપવું તે આપણો કર્મ નહી ધર્મ બની જશે. પછી કોઈ શિક્ષકે પુણ્ય કમાવવા માટે ક્યાંય જવું નહી પડે. અને પછી જ ખરા અર્થમાં બાળકો “બાળ-દેવો” , શાળા “સ્વર્ગ” અને શિક્ષકને “ગુરૂ” સમાન કહેવાશે.
તમે જે રીતે કામ કરતા હતા તે જ રીતે કામ કરતા રહેશો તો તમને એ જ પરિણામ મળશે,જે તમને મળતું હતું.માટે જ કામ કરવાની પધ્ધતિ સ્થાનિક પરીસ્થિતિને આધારે બદલો.
આભાર
-જીતેન્દ્ર પટેલ
 હે ભગવાન !

હું જે કંઇ બદલી ન શકું તેને જેમનું તેમ  સ્વીકારવાની મને નમ્રતા આપો,
જે કંઇ બદલી શકું તેને બદલવાની નિર્ભીકતા આપો. અને એ બંને વચ્ચેનો તફાવત સમજવાનું શાણપણ આપો.

સરકારી શાળામાં વર્ગખંડમાં નડતી મુખ્ય મુશ્કેલીઓ-તેના ઉપાયો
કોઈ પણ સરકારી શાળામાં વર્ગખંડની કેટલીક સમસ્યાઓ છે. જેમાં મુખ્ય બે મુખ્ય બાબતો છે.(અન્ય સમસ્યા વિષે હાલ વિચારતા નથી.)
૧.બાળકોની અનિયમિતતા
૨.વાંચન-ગણન-લેખન.
       જેમાંથી પ્રથમ સમસ્યા માટે છેલ્લા ૩ વર્ષમાં શાળામાં હાજરી વધારવા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે.જેમાં માસિક હાજરી,સૌથી વધુ હાજરી ધરાવનાર વર્ગને ઇનામ,વધુ હાજરી વાળા વર્ગ સામે ફ્લેગ,નાની મોટી સજા,શાળામાં જાત જાતની પ્રવૃત્તિઓ, અવનવી  રમતો વગેરે .(શાળાની પ્રવૃતિઓ આપ શાળાના બ્લોગ પર જોઈ શકો છો.)હાજરીમાં પણ નોધપાત્ર વધારો જોવા મળ્યો છે.૭૦ % થી ૯૫ % સુધી હાજરી પહોચી છે.૧૦૦% હાજરી કરવા માટે શાળા પરિવાર ખુબ જ પ્રયત્ન કરી રહ્યો છે.(૫૦ જેટલા બાળકો ખેતર અને અન્ય ગામમાંથી આવે છે.)સફળતા મળશે મળશે અને મળશે જ.....!!!!
૨.વાંચન-ગણન-લેખન
    મોટાભાગની શાળાઓમાં આ સમસ્યા જોવા મળે છે.જેનું એક મુખ્ય કારણ ઉપરનું(બાળકની અનિયમિતતા )છે.આ માટે શાળામાં અલગ અલગ વર્ગ બનાવી શિક્ષણ કાર્ય કરાવવામાં આવ્યું હતું જે પ્રક્રિયા ૨ વર્ષ (સમયાંતરે) ચાલી.
જેમાં કુલ ૫ વર્ગ બનાવવામાં આવ્યા ધોરણ-૩ થી ૮ ના વાંચન-ગણન-લેખન માં નબળા બાળકોને લેવામાં આવ્યા.અને તેમનું કુલ ૫ વિભાગમાં વિભાજન કરવામાં આવ્યું.લગભગ ૧૫૦ બાળકો (અડધી શાળા)કાઢવામાં આવ્યા.અને તેમનું કુલ -૫ વિભાગમાં વહેચવામાં આવ્યા.
નામ
વર્ગનું સ્તર
ધોરણ
ગામ
સૌથી નબળો વર્ગ
૧
તાલુકો
થોડો નબળો વર્ગ
૨
જીલ્લો
મધ્યમ વર્ગ
૩
રાજ્ય
મધ્યમથી સારો
૪
દેશ
પ્રમાણમાં સારો વર્ગ
૫

બસ કામ થતું ગયું જે વર્ગમાં પ્રમાણસર બાળકોને આવડતું જાય તેને આગળના વર્ગમાં મોકલવામાં આવતા અને તે પ્રમાણે શ્રુતલેખન અને ગણિતની ચાર ક્રિયાઓ જે બાળકને આવડી જાય તે પ્રમાણે આવાં બાળકોને પોતાના વર્ગમાં મોકલવામાં આવતા.લગભગ ૮૫ % સફળતા મળી.૧૭-૧૮ ના વર્ષમાં મિશન-૧૦૦ ડે અંતર્ગત પણ કામ કરવામાં આવ્યું હતું.હાલ ચાલુ વર્ષે જુન માસથી જ ઉપચારાત્મક કાર્ય ચાલુ છે.શાળા સ્ટાફ અને આચાર્ય દ્વારા ડીસેમ્બર-૨૦૧૮  સુધીમાં ૧૦૦ %  વાંચન-ગણન-લેખન નો ગોલ રાખવામાં આવ્યો છે.
- મારી પાસે  સફળતાની કોઈ  ફોર્મ્યુલા નથી, પણ નિષ્ફળતાની છે-હમેશા બધાને ખુશ કરવાની કોશિશ કરતા રહો, નિષ્ફળતા અચૂક મળવાની.