Thursday, December 6, 2018

બાળકોની બેઠક વ્યવસ્થા બાળકના સર્વાંગી વિકાસમાં ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે.
અમારી શાળાના બાળકોની બેઠક વ્યવસ્થા વિષે થોડી વાત કરવી છે. શાળામાં આવતા બાળકો પૈકી મોટાભાગના બાળકો ને પ્રથમ બેન્ચીસ પર બેસવું ગમતું હોય છે.અથવા એવું પણ કહી શકાય કે, ઘરેથી મમ્મી-પપ્પા કે વાલી  દ્વારા સુચના આપવામાં આવતી હોય છે કે પહેલી બેન્ચીસ પર જ (આગળ) બેસજે.અન્ય સંજોગોમાં વર્ગના એક્ટીવ વિધાર્થીઓ પ્રથમ બેન્ચીસ પર પોતાનો અડ્ડો જમાવી લેતા હોય છે.વળી વર્ગમાં જે તરફ બારી કે પંખો હોય તે તરફ બાળકોનું આકર્ષણ વધારે હોય છે.આવા સમયે વર્ગશિક્ષક ધ્વારા  વર્ગમાં બાળકોની બેઠક વ્યવસ્થા માટે  ચિંતાજનક પરિસ્થિતિ ઉપસ્થિત થતી હોય છે.ઘણીવાર છેલ્લી બેન્ચીસ પર બેઠેલા બાળકો પોતાની જાતને અન્ય બાળકોની સરખામણીમાં અભ્યાસમાં નબળા સમજતા થઇ જતા હોય છે.વળી આગળની બેન્ચીસ વાળા વિધાર્થી પોતાને વધારે હોશિયાર સમજવા લાગે છે.
આ માટે ધોરણ-૬ થી ૮ ના બાળકોની બેઠક વ્યસ્થા માટે  વર્ગ શિક્ષક ધ્વારા અને આચાર્ય ધ્વારા એક ઉક્તિ શોધી કાઢવામાં આવી. જેમાં દરેક બાળક રોજ એક બેન્ચીસ આગળની બેન્ચીસ પર આવી જાય.પ્રથમ બેન્ચીસ વાળો બાળક છેલ્લી બેન્ચીસ પર જાય.આ રીતે બાળકો જ પોતાની જગ્યા નક્કી કરી લે છે.બધા બાળકો આ બેઠક વ્યવસ્થાથી ખુશ રહે છે.વર્ગમાં ઉપસ્થિત બાળસંસદના સભ્યો,વર્ગ શિક્ષક અને મોનીટર સમગ્ર બાબતો પર નજર રાખે છે.
તો ચલો
સફર મે ધૂપ તો હોગી, જો ચલ શકો તો ચલો..
સભી હે ભીડ મેં, તુમ અગર નિકાલ શકો તો નિકલો...
યહા કિસીકો કોઈ રસ્તા નહિ દેતા,
મુજે ગીરાકર અગર તુમ સંભલ શકો તો ચલો....
કિસીકે વાસ્તે રાહે કહા  બદલતી હૈ,
તુમ અપને આપકો ખુદ હી બદલ સકો તો ચલો...
-અજ્ઞાત




HOME WORK
બાળક-શિક્ષક અને લેશન

ચર્ચાનો વિષય હતો લેશન-બે-ત્રણ ગુરુજીઓ ચર્ચા કરી રહ્યા હતા-
આ બાળકો તો લેશન લાવતા જ નથી,કેટલી વાર કહ્યું પણ તેમનામાં કોઈ ફેર પડતો નથી.તેમના ઘરે કોઈ જોવા વાળું નથી.ઘરે પહોચીને પોતાનું દફતર/થેલીને ઘરના ખૂણામાં નાખીને એય પોતાની મસ્તીમાં ઘરની બહાર નીકળી પડે છે.અને બીજા દિવસે સવારે શાળામાં આવવાના સમયે થેલો ઉચકીને શાળામાં !!! વાલીઓ ઘરે પોતાના બાળક માટે ધ્યાન અપાતા નથી. અરે પોતાના બાળકો ક્યાં ધોરણમાં ભણે છે તેની પણ તેમને ખબર હોતી નથી. !!!આ બાળકોની કાળજી રાખવા વાળું કોઈ ?ટયુશનમાં પણ આ બાળકો જતા નથી. વગેરે વગરે ચર્ચાઓ સામાન્ય રીતે ગુરુજીઓમાં ચાલતી હોય છે....(કેટલેક અંશે તેઓ સાચા પણ હોય છે)
“મુશ્કેલ છે પણ અશક્ય તો નથી જ”
હવે જોઈએ કે બાળકો લેશન ન લાવવાના કારણો ક્યા હોઈ શકે ?
બાળકની ક્ષમતા કરતા વધુ લેશન આપવામાં આવે.લેશન મજુરી કરવા પુરતું હોય (જેમ કે પાઠ લખવા આપવો).બાળકને કઈ જ વિચાર કરવો પડે એવું ન હોય,બીજા દિવસે તપાસવામાં આ આવતું હોય.(તેનાય ઘણા કારણ છે-જેમકે કામનું ભારણ) આવા તો બીજા ઘણા કારણોની યાદી લાંબી બનાવી શકાય.પણ દરેક વખતે ‘બાળક’ કે ‘વાલી’ને જવાબદાર ઠેરવીને છટકી કેવી રીતે જવાય.!!!!
“ભીડ કા હિસ્સા મત બનો
ભીડ કી કોઈ સોચ નહિ હોતી”
ઉપાય શું કરી શકાય-નિયમિત લેશન આપવું,ચકાસવું,નિયમિત લેશન લાવતા બાળકોને શાબાશી આપવી,સમયાંતરે નાના ઇનામ આપી શકાય, લેશન ન લાવતા બાળકોના વાલીઓનો સંપર્ક કરવો,નાની સજા કરી શકાય.વગેરે આવા અને ઉપાય કરી શકાય.પણ તેના માટે સૌથી પહેલા-
·         લેશન શું આપવું તેનું બૌદ્ધિક જ્ઞાન હોવું જોઈએ.
·         કેટલું આપવું-સમય(રજાઓ) બાળકની ક્ષમતા વગેરે બાબતો ધ્યાને રાખી ક્રિએટીવ લેશન આપી શકાય.વિવિધ પ્રકારની માહિતી ભેગી કરવાના પ્રોજેક્ટ આપવા. વેગેરે...
·         નિયમિત લેશન ચેક કરવું ભલે ૧ પીરીયડ જાય.
બસ ચોક્કસ દિશામાં પ્રયત્નો કરવામાં આવે તો સફળતા મળે..મળે ...મળે.. જ....અભાર

Sunday, October 28, 2018

NAVODAY FORM




જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા-2026-27
ધોરણ-૫મા અભ્યાસ કરતા બાળકોના નવોદયના ફોર્મ કેવી રીતે ભરશો ?
-કઈ કઈ વિગતોની જરૂર પડશે ?
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ-31-07-2026
પરીક્ષાની તારીખ-28/11/2026
સૌ પ્રથમ અહી આપેલ પત્રક ડાઉનલોડ કરી બાળકની બધી વિગતો ભેગી કરી લેવી.
ફોર્મ ભરતી વખતે સૌ પ્રથમ પેજ પર આધાર કાર્ડ "NO" કરવું ત્યારબાદ વાલીનો રેસિડન્સ પુરાવા તરીકે આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ/રેશન કાર્ડ અપલોડ કરી સબમિટ આપવું. ત્યારબાદ ફોર્મ ખુલશે.


કઈ વિગતો લેવી ?અહીંથી ડાઉનલોડ કરો
તથા નીચેની નીચેની વિગતો પેન ડ્રાઈવમા અગાઉથી સેવ કરી લેવી.(તમામ ફોટો JPG ફોરમેટમાં)

@ વાલી નો રેસીડન્સ પુરાવો(50 to 300kb)
૧.બાળકનો ફોટો(10 to 100kb)
૨.બાળકની સહી(10 to 100 kb)
૩.વાલીની સહી(10 to 100kb)
૪.સર્ટીફીકેટ(નમુનો સામેલ છે)(50 to 300kb) click here

@ ફોર્મ ભરવા માટે અહી વેબસાઈટ પર ક્લિક કરોCLICK HERE

DOWNLOAD ADMIT CARD- -download





Sunday, September 9, 2018

ચાલોને કોઈના સ્મિતનું કારણ બનીએ-બાળકોને ગમતી પ્રવૃતિઓનું આયોજન શાળા ધ્વારા થાય તો બાળકોને શાળા પ્રત્યેનો ઉભો થયેલો હાઉ દુર થાય.એટલે આમારા બાળકોને ગમતી દરેક પ્રવુંતીઓનું આયોજન શાળામાં કરીએ છીએ.જુઓને બાળકોએ કાલે જ રજૂઆત કરી સાહેબ શિક્ષક બનવું છે.(શિક્ષક દિન ઉજવવો છે)બસ આયોજન થઇ ગયું પણ બાળકોની સંખ્યા જોતા અને ગુણવત્તાયુક્ત શિક્ષક્દિન ઉજવાય એ માટે બાળસંસદની એક બેઠક યોજવામાં આવી જેમાં નક્કી કાર્ય મુજબ બાળકોની શિક્ષક અભીયોગ્યતા કસોટી લેવાનું આયોજન ગોઠવવામાં આવ્યું.સાથે બાળકોના ઇન્ટરવ્યુ પણ લેવામાં આવ્યા (શાળામાં/ઘરમાં/ગામમાં ઉભા તથા પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવવું તે અંતર્ગત પ્રશ્નો પૂછવામાં આવ્યા.-અહી ફોટો સામેલ છે)
પસંદગી થઇ ગયા પછી ધોરણ અને વિષયની ફાળવણી પણ કરવામાં આવી.પછી તો જોવું ના પડે ને.ઉત્સાહના દિવસની રાહ જોતા જોતા દિવસ આવી ગયો.(રાત્રે ઊંઘ પણ ઘણા બાળકોને આવી નહોતી !!!)બધા બાળવીરો એ સુંદર કામગીરી કરી...સાથે તેમનું મુલ્યાંકન પણ કરવામાં આવ્યું. (પત્રક સામેલ છે.)જરૂર જણાઈ ત્યાં સૂચનો પણ કરવામાં આવ્યા.સાથે ચા-નાસ્તાની પણ લિજજતતો ખરી જ....!!દરેક બાળકને એક પ્રમાણપત્ર-એક પેન આપવામાં આવી.(પ્રમાણપત્ર-નમુનો સામેલ છે)બાળકોના દિવસ દરમ્યાનના અનુભવો પણ સતત ૯૦ મિનીટ સુધી ચાલ્યા.
ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું.આખો દિવસ બાળવીરો માટે આનંદદાયક રહ્યો.
 એક બાળક-એક પિતા-માતા-વાલી આવું જ ઝંખેને કે બાળકને શાળા ગમે...ત્યાંથી દરરોજ કંઈક મેળવીને આવે.મારી ગમતી શાળા-મારી કલ્પનાની શાળા વઘાસ પ્રાથમિક શાળા.

તરસ છે તો જીવન સરસ છે બાકી કેલ્કયુલેટરમાં ગણતરી સરસ છે.
શિક્ષકદિન-૨૦૧૮
શિક્ષક બનવા માટે બાળકોની શિક્ષક અભિયોગ્યતા કસોટી
કુલ ગુણ ૫૦ ટેસ્ટ પેપર-ડાઉનલોડ
પેપરની વર્ડ ફાઈલ(રઢુ કુમારશાળાની મદદથી બનાવેલ છે)ડાઉનલોડ
મૂલ્યાંકન પત્રક-૧અહીંથી ડાઉનલોડ કરો
મુલ્યાંકન પત્રક-૨અહીંથી ડાઉનલોડ કરો
શિક્ષક પ્રમાણપત્ર PDF-ડાઉનલોડ
સાથે ઇન્ટરવ્યુ