વઘાસ પ્રાથમિક શાળા,તા-કપડવંજ,જી-ખેડા
પર્યાવરણ પ્રયોગશાળા
શાળાના બાળકો અને શાળાના શિક્ષકો દ્વારા શાળામાં પર્યાવરણ
પ્રયોગ શાળા અંતર્ગત નીચે મુજબની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
૧.જમીન સંવર્ધન-જમીન સુધારણા માટે સૌ પ્રથમ શાળાના ખુલ્લા ભાગમાં (જ્યાં વાવેતર કરવાનું છે
તે જગ્યા પર ટ્રેક્ટર મારફતે માટી નાખવામાં આવી અને ત્યાર બાદ જમીનને ખેડવામાં આવી
અને જમીન સમતલ કરવામાં આવી. ત્યાર બાદ તેમાં ૧ ટ્રેક્ટર છાણીયું ખાતર નાખવામાં
આવ્યું અને તેમાં મેથી, ટામેટા,પાલક,ધાણા, રીંગણ,ગવારનું વાવેતર કરવામાં આવ્યું.
જેનો ઉપયોગ બાળકો માટે મધ્યાહન ભોજનમાં કરવામાં આવ્યો.
૨.પ્લાસ્ટીકની બોટલમાં છોડ- નકામી પ્લાસ્ટિક બોટલ લાવવામાં આવી તેને ઉપરથી કાપવામાં
આવી. અને તેને કલર કરી રંગબેરંગી બનાવવામાં આવી તેમાં નર્સરીમાંથી છોડ લાવી
ઉછેરવામાં આવ્યા. અને તેનાથી બાળકોને શાળા પ્રત્યેનો લગાવ થવા લાગ્યો.
૩.ફુવારા પદ્ધતિ/ટપક પદ્ધત્તિ-શાળાના બગીચામાં વાવવામાં આવેલ વિવિધ છોડ મેથી/પાલક/ધાણા ટામેટામાં
ટપક પદ્ધતિ ધ્વારા પાણી પહોચાડવામાં આવ્યું. તથા શાળામાં આવેલ બગીચામાં (લોનમાં)
ફુવારા ધ્વારા પાણી પીવડાવવામાં આવે છે.
૪.પોસ્ટર/નમૂનાનું નિર્માણ-શાળાના મેદાનમાં આવેલ વિવિધ ફૂલ-છોડ-વૃક્ષનું નામકરણ
કરવામાં આવ્યું અને તેનાથી બાળકોને માહિતગાર કરવામાં આવ્યા.
૫.નર્સરી નિર્માણ-પ્લાસ્ટીકની કોથળીમાં વિવિધ ૫૦૦ બીજનું વાવેતર કરવામાં આવ્યું.જેવા
કે-નીલગીરી,આસોપાલવ,સરગવો વગેરે...અને તે ઉછેરી બાળકોને આપવામાં આવશે.
૬.એક બાળ એક છોડ-શાળામાં નિર્માણ કરવામાં આવેલ નર્સરીમાંથી બાળકોને એક એક છોડ આપી પોતાના
ઘરે/ખેતરમાં છોડ વાવી ઉછેર કરવા જણાવવામાં આવ્યું.
૭.ફૂલ-છોડ-ઝાડ સંરક્ષણ-શાળામાં વાવેલ ફૂલ છોડ-ઝાડ ને નુકશાન ન થાય તે હેતુથી પ્લાસ્ટીકની
જારી વડે આ જગ્યાને કવર કરવામાં આવી.
૮.બીજ બેન્ક-શાળાના
બાળકો અને શિક્ષકો ધ્વારા વૃક્ષો અને ફળના બીજ સ્થાનિક જગ્યાઓમાંથી ભેગા કરવામાં
આવ્યા અને તેનો ઉપયોગ શાળાની નર્સરીમાં કરવામાં આવે છે.
પર્યાવરણ પ્રયોગશાળાના હેતુઓ
•
પર્યાવરણ શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતિ, જ્ઞાન, વલણ, કૌશલ્ય અને
સહભાગિતાનું સ્થાપન કરવું.
• જીવન ઉપયોગી આર્થિક ઉપાર્જનનું વ્યવસ્થાપન અને નિર્માણ કરવું
• શાળા કક્ષાએ પર્યાવરણ પ્રોજેક્ટ કાર્ય થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવી.
• દૂષિત પર્યાવરણની આડઅસરોને નિર્મૂલન કરવા માટે પ્લાસ્ટિક મુક્ત સમાજ અને રાસાયણિક ખાતરના ઉપયોગ પર પ્રતિબંધનો પ્રયાસ કરવો
• રોજીંદા જીવનમાં પર્યાવરણ પોષક બાબતોને સ્થાન આપવું
• જીવન ઉપયોગી આર્થિક ઉપાર્જનનું વ્યવસ્થાપન અને નિર્માણ કરવું
• શાળા કક્ષાએ પર્યાવરણ પ્રોજેક્ટ કાર્ય થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવી.
• દૂષિત પર્યાવરણની આડઅસરોને નિર્મૂલન કરવા માટે પ્લાસ્ટિક મુક્ત સમાજ અને રાસાયણિક ખાતરના ઉપયોગ પર પ્રતિબંધનો પ્રયાસ કરવો
• રોજીંદા જીવનમાં પર્યાવરણ પોષક બાબતોને સ્થાન આપવું