DOWNLOAD SOFTWARE
(સૌજન્ય-NARESH DHAKECHA ની એપ) -આભાર સહ
હાજરી પત્રક એપ ડાઉનલોડ કરવા -DOWNLOAD HERE
(સૌજન્ય-NARESH DHAKECHA ની એપ) -આભાર સહ
હાજરી પત્રક એપ ડાઉનલોડ કરવા -DOWNLOAD HERE
હાજરી પત્રકનો ઉપયોગ કેવી રીતે કરશો?
૧. નવો વર્ગ ઉમેરવો
૨. વર્ગની માહિતી ઉપડેટ કરવી
૩. વિદ્યાર્થીના નામ ઉમેરવા
૪. Excel ફાઈલમાથી વિદ્યાર્થીના નામ ઈમ્પોર્ટ કરવા
૫. વિદ્યાર્થીનું નામ કમી કરવું
૬. હાજરી નોધવી
૭. હાજરીના આંકડામેળવવાં
૮. માહિતી પ્રિન્ટ કરવી
૯. ડેટાબેઝ બેકઅપ લેવું
૧૦. ડેટા એક ફોનમાંથી બીજા ફોનમાં ટ્રાન્સફર
કરવો
* નવો વર્ગ ઉમેરવો
એપ ઓપન કરતા તમામ વર્ગોનું લીસ્ટ દેખાશે. નવો વર્ગ ઉમેરવા લીસ્ટની ઉપર રહેલ
"વર્ગ ઉમેરો "બટન પર ક્લીક કરી નીચેની વિગતો ભરો.
૧. નામ : -વર્ગ
નું નામ અને વર્ષ. દા.ત. ધો.૫ ૨૦૧૮-૧૯
૨. પ્રારંભિક અને અંતિમ તારીખ :
ચાલુ શેક્ષણિક વર્ષની તારીખ અને અંતિમ તારીખ લખવી. ફક્ત આ સમયની હાજરી પૂરી શકાશે. તારીખમાં ફેરફાર થઈ શકશે.
૩. ચાલુ વર્ગ અને જુનો વર્ગ :
અહી બે વિકલ્પો પસંદ કરીને નવો વર્ગ અને જુનો વર્ગ એમ સિલેક્ટ કરવાનું
રહશે જેથી જુનો વર્ગ દેખાશે નહી.
૪ . શિક્ષક
અને શાળાનું નામ : આ માહિતી જરૂરિયાત મુજબ પ્રિન્ટ લેઆઉટ માં આવશે.
*
વર્ગની માહિતી ઉપડેટ કરવી :
વર્ગની
માહિતી ઉપડેટ કરવા માટે લીસ્ટમાં વર્ગના ખાનામાં ત્રણ ટપકાવાળું બટન ક્લિક કરતા મેનુ ખુલશે. આ મેનુમાં વર્ગની માહિતી
સુધારો , દુર કરો અને વર્ગ કોપી કરો જેવા વિકલ્પો
આપેલા છે.
* વિદ્યાર્થીના નામ ઉમેરવા :
વર્ગ ઉમેર્યા બાદ લીસ્ટના વર્ગના ખાનામાં દેખાતા વિદ્યાર્થીના બટન ક્લિક કરતા તે વર્ગનું વિદ્યાર્થીનું
લીસ્ટ દેખાશે. નવું વિદ્યાર્થીનું નામ ઉમેરવા
માટે વિદ્યાર્થીના ઉમેરો બટન ક્લિક કરો.
_ ચાલુ નામ અનેનામ કમી: જો વિદ્યાર્થીનું
નામ ક્મી કરેલ હોય તો માન કની કરવું કે જેથી એ
વિદ્યાર્થીનું નામચાલુ વર્ગમાં દેખાશે નહી.
* EXCLE
ફાઈલમાંથી. વિદ્યાર્થીના નામ ઈમ્પોર્ટ કરવા
વિદ્યાર્થીના લીસ્ટમાં ટુલબાર પર ત્રણ ટપકાવાળું બટન ક્લિક કરી તેમાંથી EXCELમાંથી નામ ઈમ્પોર્ટ કરો. વિકલ્પ પસંદ કરો.
*
વિદ્યાર્થીનું નામ કમી કરવું :
વિદ્યાર્થીનું
નામ કમી કરવા માટે વિદ્યાર્થીનું નામ દુર કરવું નહીં . કારણકે વિદ્યાર્થીની હાજરીની
માહિતી સાચવવાની હોય છે. આ માટે વિદ્યાર્થીના લીસ્ટમાં ત્રણ ટપકાવાળું બટન ક્લિક કરી
સુધારો કરો વિકલ્પ પસંદ કરો. અને નામ કમી કરી સેવ કરો. એટલે એ વિદ્યાર્થીનું નામ હાજરી
પુરતી વખતે દેખાશે નહી.
*
હાજરી નોધવી:
વર્ગના
લીસ્ટમાં વર્ગના ખાનામાં હાજરી બટન ક્લિક કરતા હાજરી કેલેન્ડર દેખાશે.અ કેલેન્ડરમાં
દરેક તારીખ માટે સ્થિતિ નોધવી. જેમ કે શીક્ષણકાર્યનો દિવસ
,રવિવાર, તહેવારની રજા, વગેરે
.
*
હાજરીના આંકડા મેળવવાં
આંકડાકીય
માહિતી માટે નીચે ત્રણ પ્રકારના વિકલ્પો આવશે
જેમ કે, જાતિવાર દૈનિક આંકડા , માસવાર હાજરી , અને વિદ્યાર્થીની કુલ હાજરી .
*
માહિતી પ્રિન્ટ કરવી.
જાતિવાર
દૈનિક આંકડા , માસવાર હાજરી , અને વિદ્યાર્થીની કુલ હાજરી વગેરેની
માહિતીની પ્રિન્ટ કાઢવી હોય તો pdf અને excel ફાઈલમાં કરી શકો છો.
* ડેટાબેઝ બેકઅપ લેવું.
એપનો તમામ
ડેટા hajrideta.hpd નામની એક ડેટાબેઝમાં સ્ટોર
થાય છે. આ ડેટાબેઝને સમયાંતરે બેકઅપ લેવાની સુવિધા આ એપમાં છે. જેમ કે, મેન્યુલ બેકઅપ અને dropbox ઓનલાઈન બેકઅપ .
*
ડેટા એક ફોનમાંથી બીજા ફોનમાં ટ્રાન્ફર કરવો.
જયારે
આપ ફોન બદલો અથવા એક જ ડેટા બીજા ફોનમાં પણ મેળવવો હોય તો ડેટાબેઝ ફોન મેમોરીમાં બેકઅપ
લઇ ડેટાબેઝ ફાઈલને ટ્રાન્ફર કરી શકો.
(સૌજન્ય-NARESH DHAKECHA ની એપ) આભાર.
1 comment:
એ ખૂબ જ સરસ છે ઘણા સમયથી વાપરું છું પ્રગતિ પત્રકમાં પાસ નપાસ દર્શાવવા માટે સુધારો કરવા ધોરણ આઠ માટે
Post a Comment