એક ખુબ પ્રખ્યાત ચિત્રકાર હતો. એને પોતાની કળા પર ખુબ જ ગર્વ હતો. એણે એક દિવસ ખુબજ સુંદર અને અદભુત ચિત્ર બનાવ્યુ. એણે એ ચિત્ર પોતાના નગરની વચ્ચોવચ મુક્યુ અને સાથે સાથે એક લખાણ પણ મુક્યુ, લખાણમાં લખ્યુ કે “આ ચિત્રમાં જેને પણ જરા અમથી પણ ભુલ લાગે એ જગ્યાએ નિશાન કરી દેવુ.”
સાંજે જ્યારે એ પોતાનું ચિત્ર જોવા આવ્યો તો તેણે પોતાના ચિત્રને નિશાનોથી ભરેલી જોઇ. આ જોઇ એનું હ્રદય ભરાઇ આવ્યું પોતાની કલાનું આવુ અપમાન એ સહન ના કરી શક્યો તેથી એણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો.
આત્મહત્યા કરવા જતા રસ્તામાં તેને એક મિત્ર મળ્યો.મિત્રએ પુછ્યુ,”એ દોસ્ત, કેમ આટલો દુઃખી છો ? જે પણ હોય મને જણાવ મારથી બનતી કોશીશ કરીશ”
આ સાંભળ્યા પછી ચિત્રકારે પોતાની આપવિતી સંભળાવી.આ સાંભળી તેના મિત્રએ કહ્યુ, “બસ … ! આમ આટલી નાની અમથી વાતમાં આત્મહત્યા ના કરાય. જો સાંભળ, હવે હું કહુ એમ કરજે. તેને કિધુ કે હવે બીજુ સુંદર પણ સહેજ ભુલોથી ભરેલું ચિત્ર બનાવ અને તેની સાથે લખાણમાં મેં કહ્યુ એમ લખજે” પછી ચિત્રકારે વિચાર્યુ ચાલને તેના વિચાર પ્રમાણે કરી જોઉં.
બિજા દિવસે એ ચિત્રકારે એક સુંદર પણ સહેજ ભુલ ભરેલ ચિત્ર બનાવ્યુ અને સાથે એક લખાણ પણ મુક્યું. લખાણમાં તેના દોસ્તના કહ્યા પ્રમાણે લખ્યુ કે “જેને પણ આ ચિત્રમાં ભુલ દેખાય તો તેને તરત જ જાતે સુધારી લેવી”
પછી ચિત્રકારે સાંજે જઇને જોયુ તો .. આશ્ચર્ય…!! આખુ ચિત્ર એમ ને એમ જ. કોઇજ નિશાન ના મળ્યુ જેવી મુકી હતી તેવીને તેવી જ હતી…!!!
સારાંષ :-
લોકોની ભુલો કાઢવી ખુબ આસાન છે પણ એને સુધારવી ખુબજ અઘરી છે. જેની ભુલ તમે સુધારી શક્તા ના હોય એ ભુલ કદી કાઢવી જ નહી.
#1.રાજા અને ચાર રાણીઓ
એક રાજા હતો અને એને 4 રાણીઓ હતી.
પ્રથમ નંબરની રાણીને રાજા બહુ જ પ્રેમ કરતો અને તેની સંભાળ પણ ખુબ રાખતો.
બીજા નંબરની રાણી બહું રૂપાળી હતી આથી રાજા જ્યારે બહાર કોઇ પાર્ટીમાં કે કાર્યક્રમમાં જાય ત્યારે આ બીજા નંબરની રાણીને સાથે રાખે જેથી રાજાનો વટ પડે.
ત્રીજા નંબરની રાણી સાથે થોડું ઓછુ બોલવાનું થાય પણ રાજાને જ્યારે કોઇ બાબત પર નિર્ણય લેવાનો હોઇ કે કોઇ મૂંજવણ હોય ત્યારે રાજા આ ત્રીજી રાણી સાથે ચર્ચા કરે અને તેની સલાહ મેળવે.
ચોથી રાણીને તો ભાગ્યે જ મળવાનું થાય અને એ પણ સામેથી રાજા ક્યારેય મળવા ના જાય એ તો જ્યારે રાણી સામેથી રસ્તામાં મળી જાય તો હાય હેલ્લો થાય.
રાજા જ્યારે મરણ પથારીએ પડ્યો ત્યારે રાજાએ પોતાની બધી રાણીઓને પોતાની સાથે આવવા માટે વિનંતિ કરી.
પ્રથમ રાણીએ તો સીધી જ ના પાડી દીધી
બીજી રાણી તો એથી એક ડગલુ આગળ હતી એણે તો એવુ જ કહ્યુ કે સાથે આવવાની ક્યાં વાત કરો છો હું તો તમારી વિદાય થતા તુરંત જ બીજા લગ્ન કરી લઇશ
ત્રીજી રાણીએ કહ્યુ કે મારી લાગણીઓ અને પ્રેમ તમારી સાથે છે પણ હુ સાથે નહી આવી શકું.
રાજાને ચોથી રાણી પાસેથી તો કોઇ અપેક્ષા હતી જ નહી પણ ચોથી રાણીએ સામેથી કહ્યુ કે તમે મને
ના પાડશો તો પણ હું તમારી સાથે આવીશ જ.
વાર્તાની શીખ :
========
મિત્રો, આપણે બધા પણ લાઈફમાં આ ચાર રાણીને પરણ્યા છીએ.
પ્રથમ રાણી તે આપણું શરીર જેને આપણે ખુબ સાચવીએ છીએ અને પ્રેમ કરીએ છીએ.
બીજી રાણી તે આપણી સંપતિ અને પદ જેને બહાર બીજાને દેખાડવામાં આપણે ગૌરવ અનુભવીએ છીએ અને આપણી વિદાયની ક્ષણે જ એ સંપતિ બીજાની થઇ જાય છે.
ત્રીજી રાણી તે આપણો પરિવાર
અને
ચોથી રાણી તે આપણો આત્મા...!!
આ વાર્તાને દીવાદાંડી રૂપ રાખી લાઈફમાં અગ્રીમતા સેટ કરજો ! જીવન ધન્ય થઇ જશે! વિચારજો
અન્ય બળ વાર્તાઓ અહી ક્લિક (MAVJIBHAI.COM ની લીક આભાર સહ)

3 comments:
Good
Nice good
Good
Post a Comment