વઘાસ સકસેસ સ્ટોરી





આત્મકથા

 

















શાળાની સકસેસ સ્ટોરી- download here

મારી કલ્પનાની શાળા
ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાથી  ૧૫ કિમીના અંતરે આવેલી સરકારી શાળા બાળકોની વિવિધ પ્રવૃતિઓથી પોતાની સુવાસ રાજ્યભરમાં ફેલાવી રહી છે. નામ છે. મારી કલ્પનાની શાળા (વઘાસ પ્રાથમિક શાળા).
હા ....સમાજ...શિક્ષક...બાળક....જે વિચારે એ બધું જ અહી વઘાસ પ્રાથમિક શાળામાં જોવા મળે છે. બાળકોની વિવિધ એક્ટીવીટીથી  શાળા સતત ધબકતી રહે છે.
રમવું,ફરવું,નાચવું,કૂદવું,ફિલ્મ જોવી,દોરવું,વિવિધ પ્રદર્શનો યોજવા,વિવિધ નમુના બનાવવા.... આ જ આધુનિક શિક્ષણ છેને....જેમાં ભણવાની સાથે કેવી રીતે વાળવું,કાપવું, ચોટાડવું, જોડવું,બનાવવું જેવી વાસ્તવિક ઘટનાઓને પ્રવૃતિના રૂપે ઢાળવામાં આવે છે.
સાથે સાથે અહી શિસ્ત,નિયમિતતાનો આગ્રહ પણ રાખવામાં આવે છે.
·       શાળાની પ્રવૃતિઓનો દર માસે એક સામાયિક બહાર પાડવામાં આવે છે.જેમાં દર માસે થતી શાળાની વિવિધ પ્રવૃત્તિઓની અપડેટ કરવામાં આવે છે.નામ છે.-“પ્રગતિ”.
·       શાળાનો ઓનલાઈન બ્લોગ છે જેમાં શાળાની વિવિધ પ્રવૃતિઓની માહિતી નિયમિત અપડેટ કરવામાં આવે છે. https://vaghas.blogspot.com
·       શાળાની વિવિધ પ્રવૃતિઓના વિવિધ ૨૫ જેટલા વિડીયો YOU-TUBE પર અપલોડ કરવામાં આવ્યા છે.- વિડીયો જોવા ક્લિક કરો .https://www.youtube.com/watch?v=MQmP75UAxac
·       ઉત્કર્ષ બેંક-બાળકો બચતનું મહત્વ સમજે માટે બાળકોની બેંક બાળકો દ્વારા ચલવવામાં આવે છે.- વધુ માહિતી અહીંથી મળશે.(બાળસંસદ સંચાલિત) https://vaghas.blogspot.com/search/label/bank
·       દર વેકેશનમાં બાળકોને લેસન માટે શાળામાંથી  આપવામાં આવે છે.
https://vaghas.blogspot.com/search/label/HOME%20WORK
·       વિવિધ એક મીનીટની રમતો રમાડવામાં આવે છે.જેનાથી બાળક વધુ ચપળ બને છે.
·       જન્મદિન ઉજવણી –શાળામાં અભ્યાસ કરતા બધા જ બાળકો અને શિક્ષકોનો કાર્ડ આપી સાથે બર્થડે  સોંગ ગાઈને જન્મ દિન ઉજવવામાં આવે છે.
·       શાળામાં યોજાતી વિવિધ સ્પર્ધાઓ/પ્રવૃત્તિઓમાં બાળકોને નાના-મોટા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.
·       શાળા ૧૬ CCTV કેમેરાથી સજ્જ છે.તથા શાળામાં ૨ સ્માર્ટ ક્લાસ છે.WIFI થી સજ્જ શાળા છે.
·       બાળસંસદના સભ્યો ધ્વારા ૬ દિવસની અલગ અલગ ૮ સભ્યોની ટીમ દ્વારા પ્રાર્થના સાઉન્ડ સીસ્ટમ સાથે કરવામાં  આવે છે. પ્રાર્થના વિવિધતાથી ભરેલી હોય છે. જેમાં વિવિધ એક્ટીવીટી પણ કરાવવામાં આવે છે.
·       શાળામાં વિવિધ તહેવારોની ઉજવણી થાય છે.રાષ્ટ્રીય તહેવારો નિમિત્તે શાળામાં વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો થાય છે.
·       શાળાના બાળકોના યુનિફોર્મ ૨ પ્રકારના છે જે શાળાની એક આગવી ઓળખ છે.

શાળામાં હાલ કુલ-૨૭૭ સંખ્યા છે. અને આચાર્ય સાથે કુલ ૯ શિક્ષકો પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવી રહ્યા છે. શાળાના બાળકોની બાળસંસદ શાળાની  વિવિધ પ્રવૃતિઓ કરવામાં માટે સતત ઉત્કૃષ્ટ રહે છે. તથા શાળા પરિવાર ટીમ વર્કથી કામ કરે છે.
અભાર સહ....મુલાકાત લેવા ભાવભીનું આમંત્રણ છે.
વઘાસ શાળા પરિવાર,તા-કપડવંજ,જી-ખેડા
૯૮૭૯૯૨૭૮૫૩/૯૪૨૯૮૧૨૦૧૫(જે.પી.પટેલ)

No comments:

Post a Comment