Friday, March 23, 2018

પેન ડ્રાઈવને અહી દર્શાવ્યા મુજબ રેમમાં ફેરવો અને આપના કોમ્પ્યુટર/લેપટોપની સ્પીડમાં વધારો કરો.
અહી નીચે સ્ટેપ બાય સ્ટેપ સમજુતી આપેલી છે.
વિડિઓ જોવા માટે અહી ક્લિક કરો.
PDF ફાઈલ માટે અહી ક્લિક કરો







Thursday, March 22, 2018






ધોરણ-૮ ના બાળકોને વિદાય પ્રસંગે આપવાના પત્રનો નમુનો અહોથી ડાઉનલોડ કરો.- અભ્યર્થનાપત્ર
બાળકો જયારે ૮ ધોરણ  સુધી શાળામાં ભણીને અન્ય શાળામાં જતા હોય તેવા પ્રસંગે આ બાળકોની વિદાય સાથે કેટલીક મીઠી ટકોર શાળા દ્વારા આપવામાં આવતી હોય છે.શાળાના બાળકો પોતાના મિત્ર/સખીની વિશેષતાઓ જાણતા હોય છે. બાળકોને આપવાના અભ્યર્થનાપત્રની પાછળ ના પેજ પર દરેક બાળકની ખાસિયાતો દર્શાવેલ છે. જેના અહી નમુના મુક્યા છે.

અભ્યર્થનાપત્રનો નમુનો

Sunday, March 18, 2018



CHECKIT GO

વર્ગખંડમાં જયારે બાળકોની સંખ્યા વધારે હોય તેવા સંજોગોમાં બધા બાળકોની ટેસ્ટ લેવી અઘરી પડે છે.આ સંજોગોમાં MCQ ટેસ્ટ લેવા માટે આ એપ્લીકેશન ઉપયોગી પુરવાર થશે.
સૌ પ્રથમ એપ્લીકેશન ડાઉનલોડ કરો.CLICK HERE
ત્યાર બાદ OMR  શીટ ડાઉનલોડ કરો.CLICK HERE
બાળકોની સંખ્યા જેટલી પ્રિન્ટ કાઢી લો.
૪૦ MCQ એક સાથે લઇ શકાશે.
બોર્ડ પર ૪૦ MCQ લખવા અથવા પેપર આપવા.
એપ્લીકેશનમાં પહેલેથી જવાબ ટીક કરવાના રહેશે(MOBILE માં )
OMR બાળકો લખી રહે ત્યારે અહી દર્શાવ્યા મુજબ OMR SCAN કરવી.
આવી જ બીજી એક એપ્લિકેશન છે.zipgradeClick here




Wednesday, March 14, 2018

મિત્રો ચાલુ વર્ષે ગુણોત્સવ -8 યોજાનાર છે.તારીખ-એપ્રિલ-૬/૭...2018..
ગુણોત્સવ-૮ પરિપત્ર
ગુણોત્સવ માટે word file અહીં મુકેલ છે.તેમાં જરૂરી સુધારા વધારા કરી તમારી શાળા માટે ઉપયોગ કરી શકશો.
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરોગુણોત્સવ-૮ ફાઈલ
ડાઉનલોડ કરો PDF FILE
જરૂરી ફોન્ટfont
**8:30 થી ૧:૪૦સમયપત્રક લેટેસ્ટ
જરૂરી પત્રકો
1.વાંચન,લેખન,ગણન પત્રક
2.સાહિત્ય પરત રોજકામ
3.ગેરહાજર રોજકામ


આપની શાળાઓના બાળકોને તૈયારી કરવા માટે ફ્રેમ (વાંચન,ગણન, લેખન).તો અહીંથી ફેમ ડાઉનલોડ કરી બાળકોને તૈયાર કરાવી શકાય..આભાર
1.ગુણોત્સવ ફેમ(વાચન,ગણન,લેેેખન)
2.ધોરણ-૮ MCQ
3.ધોરણ-૭ MCQ
4.ધોરણ-૬ MCQ
5.ધોરણ-૨ વાંચન/ગણન/લેખન frem
૬.ધોરણ-૩ વાંચન/ગણન/લેખન ફ્રેમ
૭.ધોરણ-૪ વાંચન/ગણન/લેખન ફ્રેમ
૮.ધોરણ-૫ થી ૮ વાંચન/ગણન/લેખન ફ્રેમ

તમારી શાળાનું GUNOTSAV-7 નું RESULT (સ્કૂલ સર્ટીફિકેટ)DOWNLOAD KARVAમાટે.-CLICK HERE

શિક્ષકોના ગ્રેડ માટે અહીંથી લોગીન થાઓ.(crc પાસેથી user name ane password લેવો)click here

ગુણોત્સવ-૮ ઉપયોગી BOOK અહીથી ડાઉનલોડ કરો
ગુણોત્સવ -૮ વીડિયોજોવા માટેક્લિક કરો

Monday, March 12, 2018

વઘાસ પ્રાથમિક શાળા મારી કલ્પનાની શાળા
“0” ધોરણ  વિષે માહિતી-


 (૧) શું છે ” (શૂન્ય) વર્ગ.- ખાનગી શાળાઓ મોટા મોટા હોડીંગ દ્વારા શાળામાં પ્રવેશની લોભામણી જાહેરાત આપે છે.પણ જો સરકારી શાળાઓ પણ આ બાબતે થોડી જાગ્રત થઈને પ્રવેશ પ્રક્રિયા ઝડપી અને આગોતરી બનાવે તો શાળામાં બાળકોની સંખ્યા વધશે. ગામડાના બાળકો જયારે ધોરણ-૧માં પ્રવેશ મેળવે છે અને ત્યારબાદ ૫૦ % બાળકો શાળામાં નિયમિત આવતા નથી અને જયારે નિયમિત થાય છે ત્યારે સત્ર-૧પૂરું થવા આવે છે. માટે  ચાલુ વર્ષ-૨૦૧૮-૧૯ માટે  ધોરણ-૧માં  પ્રવેશપાત્ર બાળકોની યાદી સર્વે કરીને બનાવવામાં આવી.અને તેમના વાલીઓને આ બાબતે જણાવવામાં આવ્યું તથા સમજાવવામાં આવ્યું. કે તમારા બાળકને તા-૧૨/૩/૧૮ થી શાળામાં મોકલશો જેથી કરીને બાળકને શાળા પ્રત્યેનો ડર દૂર થાય અને જુન માસથી બાળક શાળામાં  નિયમિત હાજરી આપે.

(૨) વર્ગ શરુ કરવાનું કારણ-

૧. નવા સત્રની શરૂઆતમાં બાળક શાળામાં આવતા નથી.(વાલીઓ પણ એવું સમજતા હોય છે કે...શરૂઆત છે એટલે ચાલશે)
૨.બાળકોને શાળાનો ડર હોય છે.
૩. અથવા તો ખાનગી શાળામાં આ બાળકોને દાખલ કરવામાં આવે છે.
૪.વળી ધોરણ-૧માં પ્રવેશપાત્ર બાળકોના આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ ખોલવાની જવાબદારી (ખાતા ખોલવામાં પાસપોર્ટ સાઈઝ ફોટો તથા અન્ય ડોક્યુમેન્ટ પૂરતા હોતા નથી )પણ આવી પડે છે.

(૩) વર્ગ શરુ કરવાના ફાયદા-
૧.પ્રેવેશોત્સવમાં આ બાળકો દ્વારા જ અભિનયગીત થશે.
૨.બાળકો શાળામાં નિયમિત આવતા થઇ જશે.
૩.બાળકોનો શાળા પ્રત્યેનો ડર દૂર થઇ જશે.
૪.બાળકોના જરૂરી આધાર પુરાવા પણ એકત્ર થઇ જશે અને વહીવટી પ્રક્રિયા ઝડપી બનશે.

(૪) “વર્ગમાં કેવી કામગીરી કરીએ છીએ.-
૧.બધા બાળકોની રોજ હાજરી પૂરવામાં આવે છે.
૨.નાની નાની રમતો રમાડવામાં આવે છે.
૩.સાથે આ બાળકોના ડોક્યુમેન્ટ ભેગા કરવામાં આવશે.(આધાર કાર્ડ-ફોટો)
૪.બાળગીતો/અભિનયગીત/વાર્તાઓ/કોમ્પુટર પર વિડીયો વગેરેનું શિક્ષણ આપીશું.
આ વર્ગ ૧૦/૪/૧૮ સુધી ચલાવવામાં આવશે .જૂન માસથી આ વર્ગ ધોરણ -૧ બની જશે.
શાળામાં કુલ ૪૦ બાળકોનું નામાંકન થયેલ છે. અને  આ બાળકો શાળામાં નિયમિત આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Friday, March 9, 2018

શ્રેષ્ઠ શાળા સ્ટડી અંતર્ગત આજ રોજ શ્રી ડૉ.ભરતભાઈ અગ્રવાલ અને ૨૬ શિક્ષકોની ટીમ દ્વારા અમારી શાળાની મુલાકાત લેવામાં આવી.




Tuesday, March 6, 2018

વઘાસ પ્રાથમિક શાળા-મારી કલ્પનાની શાળા

તા-કપડવંજ ,જી –ખેડા

મારી બેંકમારી બચત-વિધાર્થી ઉત્કર્ષ બેંક





ગામડાના બાળકો શાળામાં આવતા રોજ પોતાના માતાપિતા પાસેથી ૧ રૂપિયા થી માંડીને ૧૦ રૂપિયા જેટલી માંગણી કરતા હોય છે.અને શાળામાં આવીને બાળકો રીસેષ દરમ્યાન નાણાનો વપરાશ કરતા હોય છે.આજ નાણાની બચત કરવામાં આવે તો !!.......ઘણી વાર બાળકો પાસે શૈક્ષણિક સાધનો લાવવાનું કહેવામાં આવે તો વાલીઓ નાણાને અભાવે બાળકના શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા રાખતા હોય છે.

અને જો આ રકમની બચત કરવામાં આવે તો બાળકોના વર્ષ દરમ્યાનના પોતાના ખર્ચા આ બચતમાંથી કરી શકે છે. આ બાબતે વર્ષ 2016માં આ વિચાર શાળામાં રજૂ કર્યો અને બસ પછી તો શરૂ થઈ ગઈ શાળાના બાળકોની અનોખી બચત બેંક. આ પહેલા વાલીમીટીંગનું આયોજન થયું.અને કેટલાક સર્વ સામાન્ય નિયમો ઘડાયા અને શાળામાં બચત બેંક ચાલુ કરવામાં આવી.શરૂઆતમાં વાલીઓ અને બાળકો થોડા મુઝવણમાં હતા. પરંતુ મુશ્કેલીના સમયે નાણા ઉપયોગી થતા જોયા તથા બાળકોના કાર્ડમાં પોતાનો હિસાબ જોઈ વાલીઓ અને બાળકો સંતુષ્ટિ વ્યક્ત કરતા જોવા મળ્યા.


બેન્કનું નામ ઉત્કર્ષ બેંક રાખવામાં આવ્યું. શરૂઆતમાં ૫ ખાતાથી શરૂઆત કરવામાં આવી હાલ ૧૨૫ જેટલા ખાતા ઉત્કર્ષ બેંક ધરાવે છે. તથા વાર્ષિક લેવડદેવડ ૧ લાખ ની આસપાસ થાય છે.જેનું સંચાલન શાળાના ધોરણ-૮ના -૩ બાળકો કરે છે. બેન્કનો રોજનો સમય સવારે ૧૦:૧૫ થી ૧૧:૦૦ નો છે. બેન્કમાં  ૨ મોટી  ખાતાવહી નિભાવવામાં આવ્યા છે. જેમાં દરેક બાળકના ખાતા પાડી જમા-ઉધારની વિગતો રોજે રોજ નોધવામાં આવે છે.બાળકોને પણ એક કાર્ડ આપવામાં આવ્યું જેમાં રોજે રોજ ૧ રૂપિયાથી માંડીને ૧૦૦ રૂપિયા સુધી જમા-ઉધારની નોધ કરાય છે. અને બાળકો જરૂર પડે ત્યારે નાણાની ઉપાડ કરે છે.વધુ રકમની ઉપાડ કરવાની હોય તો વાલીની બોલાવીને ઉપાડ આપવામાં આવે છે.હાલ બાળકોની કુલ બચત-૪૫૦૦૦/- જેટલી થવા આવી છે.જે વર્ષના અંતે મોટાભાગના બાળકો પરત લઇ જાય છે.અને પોતાની બચતમાંથી કપડા, શૈક્ષણિક મટીરીયલ્સની ખરીદી કરે છે. તેમજ પરિવારને મદદરૂપ બને છે.

 


જે બાળકોની બચત વધારે હોય તેમને ગણતંત્રના દિવસે પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે. જેમકે 4 હજારથી વધુ બચત હોય તો ટી -શર્ટ, રૂપિયા 2500 કરતા વધુ બચત હોય તો એક પેડ(લખવા માટેનું પાટિયું), રૂપિયા 1000 કરતા વધુ હોય તો તે વિદ્યાર્થીને નાની ડાયરી અને પેન આપવામાં આવે છે. આમ આ શિક્ષકો બાળકોને કરકસરથી બચત તરફની ઉડાન કઈ રીતે કરી શકાય તે સમજાવી રહ્યા છે.

શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકોમાં બચત કરવાની વૃત્તિ કેળવાય તે હેતુથી આ વિશિષ્ટ બેંક ચલાવવામાં આવી રહી છે. આ બચત બેંક શરૂ કરવાથી નીચે મુજબના હકારાત્મક વલણોમાં પરિવર્તન આવેલ છે.



૧. બાળકો દ્વારા ખોટા ખર્ચા થતા બંધ થયેલ છે.

૨.બાળકો ખોટા વ્યસનો તરફ વળતા નથી.

૩. કોરોના કાળ જેવા સમયે આ બચત વાલીઓને ખુબ જ ઉપયોગી નીવડેલ છે.

૪. બચત થયેલ રકમમાંથી બાળક જરૂરિયાતના સમયે જાતે ખર્ચ કરી શકે છે.જેમ કે મેળામાં જવા માટે પોતાની બચતમાંથી ઉપાડ કરીને ખર્ચ કરે છે.

૫.ઘણીવાર વાલીઓને અચાનક ખર્ચ આવી જતા આ રકમ ઉપયોગી નીવડે છે.

 

કામગીરી શરુ કરનાર- આચાર્ય –જીતેન્દ્રકુમાર પોપટભાઈ પટેલ (મો-૯૮૯૯૨૭૮૫૩

જેઓ આ શાળામાં તા-૧૪/૦૮/૨૦૧૪ થી પોતાની સેવા બજાવી રહ્યા છે.

શાળાનું નામ-વઘાસ પ્રાથમિક શાળા, તા-કપડવંજ જી-ખેડા

 

 

Blog link-http://vaghas.blogspot.in/