વઘાસ પ્રાથમિક શાળા મારી કલ્પનાની શાળા
“0” ધોરણ
વિષે
માહિતી-
(૧) શું છે “૦” (શૂન્ય) વર્ગ.- ખાનગી શાળાઓ મોટા મોટા હોડીંગ દ્વારા
શાળામાં પ્રવેશની લોભામણી જાહેરાત આપે છે.પણ જો સરકારી શાળાઓ પણ આ બાબતે થોડી
જાગ્રત થઈને પ્રવેશ પ્રક્રિયા ઝડપી અને આગોતરી બનાવે તો શાળામાં બાળકોની સંખ્યા
વધશે. ગામડાના બાળકો જયારે ધોરણ-૧માં પ્રવેશ મેળવે છે અને ત્યારબાદ ૫૦ % બાળકો
શાળામાં નિયમિત આવતા નથી અને જયારે નિયમિત થાય છે ત્યારે સત્ર-૧પૂરું થવા આવે છે.
માટે ચાલુ વર્ષ-૨૦૧૮-૧૯ માટે ધોરણ-૧માં પ્રવેશપાત્ર બાળકોની યાદી
સર્વે કરીને બનાવવામાં આવી.અને તેમના વાલીઓને આ બાબતે જણાવવામાં આવ્યું તથા
સમજાવવામાં આવ્યું. કે તમારા બાળકને તા-૧૨/૩/૧૮ થી શાળામાં મોકલશો જેથી કરીને
બાળકને શાળા પ્રત્યેનો ડર દૂર થાય અને જુન માસથી બાળક શાળામાં નિયમિત હાજરી આપે.
૧. નવા સત્રની
શરૂઆતમાં બાળક શાળામાં આવતા નથી.(વાલીઓ પણ એવું સમજતા હોય છે કે...શરૂઆત છે એટલે
ચાલશે)
૨.બાળકોને શાળાનો
ડર હોય છે.
૩. અથવા તો ખાનગી
શાળામાં આ બાળકોને દાખલ કરવામાં આવે છે.
૪.વળી ધોરણ-૧માં
પ્રવેશપાત્ર બાળકોના આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ ખોલવાની જવાબદારી (ખાતા ખોલવામાં
પાસપોર્ટ સાઈઝ ફોટો તથા અન્ય ડોક્યુમેન્ટ પૂરતા હોતા નથી )પણ આવી પડે છે.
(૩) “૦” વર્ગ શરુ
કરવાના ફાયદા-
૧.પ્રેવેશોત્સવમાં
આ બાળકો દ્વારા જ અભિનયગીત થશે.
૨.બાળકો શાળામાં
નિયમિત આવતા થઇ જશે.
૩.બાળકોનો શાળા
પ્રત્યેનો ડર દૂર થઇ જશે.
૪.બાળકોના જરૂરી
આધાર પુરાવા પણ એકત્ર થઇ જશે અને વહીવટી પ્રક્રિયા ઝડપી બનશે.
(૪) “૦” વર્ગમાં
કેવી કામગીરી કરીએ છીએ.-
૧.બધા બાળકોની રોજ હાજરી પૂરવામાં આવે છે.
૨.નાની નાની રમતો રમાડવામાં આવે છે.
૩.સાથે આ બાળકોના ડોક્યુમેન્ટ ભેગા કરવામાં આવશે.(આધાર કાર્ડ-ફોટો)
૪.બાળગીતો/અભિનયગીત/વાર્તાઓ/કોમ્પુટર પર વિડીયો વગેરેનું શિક્ષણ આપીશું.
આ વર્ગ ૧૦/૪/૧૮ સુધી ચલાવવામાં આવશે .જૂન માસથી આ
વર્ગ –ધોરણ
-૧ બની જશે.
શાળામાં કુલ ૪૦ બાળકોનું નામાંકન થયેલ છે. અને આ બાળકો શાળામાં નિયમિત આવે તેવું આયોજન કરવામાં
આવ્યું છે.
5 comments:
આપનો આ શૈક્ષણિક પ્રયોગ ખૂબ જરૂરી સારો છે. તેમજ અન્ય માટે માર્ગદર્શક બની રહેશે.
Khub sundar.... New Innovation
Khub saras work
આભાર કમલેશભાઈ
સુભાષભાઈ આભાર...(આપની શાળામાંથી ઘણી પ્રેરણા મળે એવી છે)
આભાર બાકરોલ શાળા
Post a Comment