વઘાસ પ્રાથમિક શાળા-મારી કલ્પનાની શાળા
તા-કપડવંજ ,જી –ખેડા
મારી બેંકમારી બચત-વિધાર્થી ઉત્કર્ષ બેંક
ગામડાના બાળકો શાળામાં આવતા રોજ પોતાના
માતાપિતા પાસેથી ૧ રૂપિયા થી માંડીને ૧૦ રૂપિયા જેટલી માંગણી કરતા હોય છે.અને
શાળામાં આવીને બાળકો રીસેષ દરમ્યાન નાણાનો વપરાશ કરતા હોય છે.આજ નાણાની બચત
કરવામાં આવે તો !!.......ઘણી વાર બાળકો પાસે શૈક્ષણિક સાધનો લાવવાનું
કહેવામાં આવે તો વાલીઓ નાણાને અભાવે બાળકના શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા રાખતા હોય છે.
અને જો આ
રકમની બચત કરવામાં આવે તો બાળકોના વર્ષ દરમ્યાનના પોતાના ખર્ચા આ બચતમાંથી કરી શકે
છે. આ બાબતે વર્ષ 2016માં આ વિચાર શાળામાં રજૂ કર્યો અને બસ પછી તો
શરૂ થઈ ગઈ શાળાના બાળકોની અનોખી બચત બેંક. આ પહેલા વાલીમીટીંગનું આયોજન થયું.અને
કેટલાક સર્વ સામાન્ય નિયમો ઘડાયા અને શાળામાં બચત બેંક ચાલુ કરવામાં આવી.શરૂઆતમાં
વાલીઓ અને બાળકો થોડા મુઝવણમાં હતા. પરંતુ મુશ્કેલીના સમયે નાણા ઉપયોગી થતા જોયા તથા
બાળકોના કાર્ડમાં પોતાનો હિસાબ જોઈ વાલીઓ અને બાળકો સંતુષ્ટિ વ્યક્ત કરતા જોવા
મળ્યા.
બેન્કનું નામ ઉત્કર્ષ બેંક રાખવામાં આવ્યું. શરૂઆતમાં ૫ ખાતાથી શરૂઆત કરવામાં આવી હાલ ૧૨૫ જેટલા ખાતા ઉત્કર્ષ બેંક ધરાવે છે. તથા વાર્ષિક લેવડદેવડ ૧ લાખ ની આસપાસ થાય છે.જેનું સંચાલન શાળાના ધોરણ-૮ના -૩ બાળકો કરે છે. બેન્કનો રોજનો સમય સવારે ૧૦:૧૫ થી ૧૧:૦૦ નો છે. બેન્કમાં ૨ મોટી ખાતાવહી નિભાવવામાં આવ્યા છે. જેમાં દરેક બાળકના ખાતા પાડી જમા-ઉધારની વિગતો રોજે રોજ નોધવામાં આવે છે.બાળકોને પણ એક કાર્ડ આપવામાં આવ્યું જેમાં રોજે રોજ ૧ રૂપિયાથી માંડીને ૧૦૦ રૂપિયા સુધી જમા-ઉધારની નોધ કરાય છે. અને બાળકો જરૂર પડે ત્યારે નાણાની ઉપાડ કરે છે.વધુ રકમની ઉપાડ કરવાની હોય તો વાલીની બોલાવીને ઉપાડ આપવામાં આવે છે.હાલ બાળકોની કુલ બચત-૪૫૦૦૦/- જેટલી થવા આવી છે.જે વર્ષના અંતે મોટાભાગના બાળકો પરત લઇ જાય છે.અને પોતાની બચતમાંથી કપડા, શૈક્ષણિક મટીરીયલ્સની ખરીદી કરે છે. તેમજ પરિવારને મદદરૂપ બને છે.
જે
બાળકોની બચત વધારે હોય તેમને ગણતંત્રના દિવસે પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે.
જેમકે 4 હજારથી વધુ બચત હોય તો ટી -શર્ટ, રૂપિયા 2500 કરતા વધુ બચત હોય તો એક પેડ(લખવા
માટેનું પાટિયું), રૂપિયા 1000 કરતા
વધુ હોય તો તે વિદ્યાર્થીને નાની ડાયરી અને પેન આપવામાં આવે છે. આમ આ શિક્ષકો
બાળકોને કરકસરથી બચત તરફની ઉડાન કઈ રીતે કરી શકાય તે સમજાવી રહ્યા છે.
શાળામાં
અભ્યાસ કરતા દરેક બાળકોમાં બચત કરવાની વૃત્તિ કેળવાય તે હેતુથી આ વિશિષ્ટ બેંક
ચલાવવામાં આવી રહી છે. આ બચત બેંક શરૂ કરવાથી નીચે મુજબના હકારાત્મક વલણોમાં
પરિવર્તન આવેલ છે.
૧. બાળકો
દ્વારા ખોટા ખર્ચા થતા બંધ થયેલ છે.
૨.બાળકો ખોટા
વ્યસનો તરફ વળતા નથી.
૩. કોરોના કાળ
જેવા સમયે આ બચત વાલીઓને ખુબ જ ઉપયોગી નીવડેલ છે.
૪. બચત થયેલ
રકમમાંથી બાળક જરૂરિયાતના સમયે જાતે ખર્ચ કરી શકે છે.જેમ કે મેળામાં જવા માટે
પોતાની બચતમાંથી ઉપાડ કરીને ખર્ચ કરે છે.
૫.ઘણીવાર
વાલીઓને અચાનક ખર્ચ આવી જતા આ રકમ ઉપયોગી નીવડે છે.
કામગીરી શરુ
કરનાર- આચાર્ય –જીતેન્દ્રકુમાર પોપટભાઈ પટેલ (મો-૯૮૯૯૨૭૮૫૩
જેઓ આ શાળામાં
તા-૧૪/૦૮/૨૦૧૪ થી પોતાની સેવા બજાવી રહ્યા છે.
શાળાનું
નામ-વઘાસ પ્રાથમિક શાળા, તા-કપડવંજ જી-ખેડા
Blog link-http://vaghas.blogspot.in/
1 comment:
Good
Post a Comment