વઘાસ પ્રાથમિક શાળામાં ઉજવાયો અનોખો બાળમેળો-૨૦૧૮
સરકારશ્રીના પરિપત્ર અનુસાર તથા બાળકોમાં પડેલી વિવિધ
પ્રતિભાઓની ઓળખ,કલા,કૌશલ્યને બહાર લાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અત્રેની
વઘાસ પ્રાથમિક શાળામાં બાળમેળો અને લાઇફસ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં નીચે મુજબની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી.
બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે આ એક ઉત્તમ પ્રયાસ છે. અને
શિક્ષણથી ભિન્ન કૌશલ્યોની ઓળખ તેમજ કલાનો આગવો પરિચય પ્રાપ્ત થાય છે.કેળવણી એટલે
માત્ર ચોપડાનું જ્ઞાન નહિ.પરંતુ બાળકમાં રહેલી વિશેષ પ્રતિભાને બહાર લાવવી અને
તેનો પરિચય કેળવવો એવો થાય છે.આ હેતુને ધ્યાનમાં રાખીને ગત વર્ષ કરતા આ વર્ષે
બાળમેળામાં ભિન્ન પ્રવૃતિઓ ઉપર મુજબ આયોજન કરવામાં આવ્યું.૬ દિવસ સુધી આ પ્રવૃતિઓ
સાંજે ૪ વાગે રાખવામાં આવતી હતી.
પ્રથમ દિવસે ચિત્રકામ, કલરકામ,તોરણ બનાવવા,કાગળ કટિંગ કરી ડીઝાઇન, પ્લમ્બિંગકામ વિષે સામાન્ય માહિતી આપવામાં આવી.સાથે બાળવાર્તા રજુ કરવામાં આવી.દરેક પ્રવૃતિઓમાં સૌ પ્રથમ માહિતી આપવામાં આવતી ત્યારબાદ બાળકો સાથે પ્રકટીકલ કામ કરવામાં આવતું . દરેક પ્રવૃતિમાં બાળકો ઉત્સાહથી ભાગ લેતા હતા.
ત્યારબાદ બીજા દિવસે ચીટક કામ,ફ્યુઝ બંધાવો,લેમ્પ ફીટ કરવો,પંખો ફીટ કરવો,બોલ્ટ
ફીટીંગ વગેરેની પ્રેકટીકલી માહિતી આપવામ આવી.અને બાળકો ધ્વારા પણ અનુભવ કરાવવા
આવ્યા.
તા-૭/૭/૧૮ને
શનિવારના રોજ યોજેલા બાલમેળા અને લાઇફસ્કીલ મેળા વિશેના અભિપ્રાયો અને અનુભૂતિઓ
રજુ કરવામાં આવી, જેમાં તેમને ગમેલી વસ્તુઓ,પ્રવૃતિઓ વિષે બાળસંસદના સભ્યો ધ્વારા
માહિતી મળી.બીજી નવી પ્રવૃતિઓ કેવી કેવી કરી શકાય તેના વિષે પણ ચર્ચા કરવામાં
આવી.જે પ્રવૃતિઓ નજીકના દિવસોમાં કરવામાં
આવશે. આ સહભ્યાસિક પ્રવૃતિઓને કારણે બાળકોમાં રહેલ કૌશલ્ય બહાર આવે છે. તેમનો આત્મવિશ્વાસ વધે
છે.અને શિક્ષણ ક્ષેત્રે પણ આગળ વધવાની અભિરુચિ એમને પ્રાપ્ત થાય છે.આવી બાળમેળા
અને લાઇફસ્કીલની પ્રવૃતિઓ શાળામાં સમયાંતરે કરતા રહેશું.
આભાર.
વઘાસ પ્રાથમિક શાળા
મારી કલ્પનાની શાળા
શાળા પરિવાર
No comments:
Post a Comment