Sunday, September 9, 2018

મહેનત કરી છે તો રંગ લાવશે..
દિલથી કરી છેને, તો રંગ લાવશે,
આજે સફળતા નથી મળી,
થોડી રાહ જો, મહેનત રંગ લાવશે
હજુ થોડા પગથિયાં બાકી છે,
હજુ થોડી કચાસ રહી ગઈ છે,
હિંમત ન હાર મહેનત રંગ લાવશે.
આમ ઉદાસ થવાથી ન ચાલે,
હજુ કાલનો દિવસ ઉગશે
નવી ચેતના ફૂટશે,નવી ઉર્જા લાવશે.
હિંમત ન હાર મહેનત રંગ લાવશે
કર્મ કરતો જા,હાક મારતો જા,
તારામાં શ્રેષ્ઠ છે તે આપતો જા,
મહેનત કરી છે તો રંગ લાવશે..
દિલથી કરી છે ને તો રંગ લાવશે..

-#jp
-મારા શિક્ષકો માટે
અમારી શાળાના બાળકોની બેઠક વ્યવસ્થા વિષે થોડી વાત કરવી છે. શાળામાં આવતા બાળકો પૈકી મોટાભાગના બાળકો ને પ્રથમ બેન્ચીસ પર બેસવું ગમતું હોય છે.અથવા એવું પણ કહી શકાય કે, ઘરેથી મમ્મી-પપ્પા કે વાલી  દ્વારા સુચના આપવામાં આવતી હોય છે કે પહેલી બેન્ચીસ પર જ (આગળ) બેસજે.અન્ય સંજોગોમાં વર્ગના એક્ટીવ વિધાર્થીઓ પ્રથમ બેન્ચીસ પર પોતાનો અડ્ડો જમાવી લેતા હોય છે.વળી વર્ગમાં જે તરફ બારી કે પંખો હોય તે તરફ બાળકોનું આકર્ષણ વધારે હોય છે.આવા સમયે વર્ગશિક્ષક ધ્વારા  વર્ગમાં બાળકોની બેઠક વ્યવસ્થા માટે  ચિંતાજનક પરિસ્થિતિ ઉપસ્થિત થતી હોય છે.ઘણીવાર છેલ્લી બેન્ચીસ પર બેઠેલા બાળકો પોતાની જાતને અન્ય બાળકોની સરખામણીમાં અભ્યાસમાં નબળા સમજતા થઇ જતા હોય છે.વળી આગળની બેન્ચીસ વાળા વિધાર્થી પોતાને વધારે હોશિયાર સમજવા લાગે છે.
આ માટે ધોરણ-૬ થી ૮ ના બાળકોની બેઠક વ્યસ્થા માટે  વર્ગ શિક્ષક ધ્વારા અને આચાર્ય ધ્વારા એક ઉક્તિ શોધી કાઢવામાં આવી. જેમાં દરેક બાળક રોજ એક બેન્ચીસ આગળની બેન્ચીસ પર આવી જાય.પ્રથમ બેન્ચીસ વાળો બાળક છેલ્લી બેન્ચીસ પર જાય.આ રીતે બાળકો જ પોતાની જગ્યા નક્કી કરી લે છે.બધા બાળકો આ બેઠક વ્યવસ્થાથી ખુશ રહે છે.વર્ગમાં ઉપસ્થિત બાળસંસદના સભ્યો,વર્ગ શિક્ષક અને મોનીટર સમગ્ર બાબતો પર નજર રાખે છે.

No comments:

Post a Comment