Monday, July 9, 2018




વઘાસ પ્રાથમિક શાળામાં ઉજવાયો અનોખો બાળમેળો-૨૦૧૮

સરકારશ્રીના પરિપત્ર અનુસાર તથા બાળકોમાં પડેલી વિવિધ પ્રતિભાઓની ઓળખ,કલા,કૌશલ્યને બહાર લાવવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અત્રેની વઘાસ પ્રાથમિક શાળામાં બાળમેળો અને લાઇફસ્કીલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નીચે મુજબની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી.


બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે આ એક ઉત્તમ પ્રયાસ છે. અને શિક્ષણથી ભિન્ન કૌશલ્યોની ઓળખ તેમજ કલાનો આગવો પરિચય પ્રાપ્ત થાય છે.કેળવણી એટલે માત્ર ચોપડાનું જ્ઞાન નહિ.પરંતુ બાળકમાં રહેલી વિશેષ પ્રતિભાને બહાર લાવવી અને તેનો પરિચય કેળવવો એવો થાય છે.આ હેતુને ધ્યાનમાં રાખીને ગત વર્ષ કરતા આ વર્ષે બાળમેળામાં ભિન્ન પ્રવૃતિઓ ઉપર મુજબ આયોજન કરવામાં આવ્યું.૬ દિવસ સુધી આ પ્રવૃતિઓ સાંજે ૪ વાગે રાખવામાં આવતી હતી.



પ્રથમ દિવસે ચિત્રકામ, કલરકામ,તોરણ બનાવવા,કાગળ કટિંગ કરી ડીઝાઇન, પ્લમ્બિંગકામ વિષે સામાન્ય માહિતી આપવામાં આવી.સાથે બાળવાર્તા રજુ કરવામાં આવી.દરેક પ્રવૃતિઓમાં સૌ પ્રથમ માહિતી આપવામાં આવતી ત્યારબાદ બાળકો સાથે પ્રકટીકલ કામ કરવામાં આવતું . દરેક પ્રવૃતિમાં બાળકો ઉત્સાહથી ભાગ લેતા હતા.











ત્યારબાદ બીજા દિવસે ચીટક કામ,ફ્યુઝ બંધાવો,લેમ્પ ફીટ કરવો,પંખો ફીટ કરવો,બોલ્ટ ફીટીંગ વગેરેની પ્રેકટીકલી માહિતી આપવામ આવી.અને બાળકો ધ્વારા પણ અનુભવ કરાવવા આવ્યા.









તા-૭/૭/૧૮ને શનિવારના રોજ યોજેલા બાલમેળા અને લાઇફસ્કીલ મેળા વિશેના અભિપ્રાયો અને અનુભૂતિઓ રજુ કરવામાં આવી, જેમાં તેમને ગમેલી વસ્તુઓ,પ્રવૃતિઓ વિષે બાળસંસદના સભ્યો ધ્વારા માહિતી મળી.બીજી નવી પ્રવૃતિઓ કેવી કેવી કરી શકાય તેના વિષે પણ ચર્ચા કરવામાં આવી.જે પ્રવૃતિઓ નજીકના દિવસોમાં  કરવામાં આવશે. આ સહભ્યાસિક પ્રવૃતિઓને કારણે બાળકોમાં રહેલ  કૌશલ્ય બહાર આવે છે. તેમનો આત્મવિશ્વાસ વધે છે.અને શિક્ષણ ક્ષેત્રે પણ આગળ વધવાની અભિરુચિ એમને પ્રાપ્ત થાય છે.આવી બાળમેળા અને લાઇફસ્કીલની પ્રવૃતિઓ શાળામાં સમયાંતરે કરતા રહેશું.
આભાર.



વઘાસ પ્રાથમિક શાળા
મારી કલ્પનાની શાળા

શાળા પરિવાર

Thursday, June 21, 2018

દાતાઓ વિશેની માહિતી


દાતાઓની યાદી-

1.પ્રાગજીભાઈ વણકર -મીની એમ્પ્લીફાયર(2018)

2.મનહરભાઈ નહીલા -10000/-(2017-18)

3.જીતેન્દ્રકુમાર પટેલ-15000/-(cctv camera માટે)(2017-18)

4.રમેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ 5001/-(બોમ્બે)-રમતના સાધનો માટે(2018)

5.મહેશભાઈ & ગ્રુપ-નોટબુક & ચોપડા(દર વર્ષે)

6.પરેશભાઈ બારોટ-2500/-(2017-18)

7.સોનીબેન(સરપંચ)3000/-ચણીયાચોળી માટે(2017-18)

8.કિરણભાઈ -2000/-ચણીયાચોળી માટે(2017-18)

9.રમણભાઈ રાવળ-2000/- ચણિયાચોળી(2017-18)

10.વણકર કનુભાઈ કરશનભાઈ-પંખો-૧(સંચાલક)(2018)

11.પરમાર રણજીતસિંહ-પંખો-૧(2018)

12.રવચંદભાઈ પટેલ(રીટાયર્ડ)-૪ મીની તિજોરી(2018-19)

13.મફતભાઈ પરમાર (રીટાયર્ડ)-૮ સીલીંગ ફેન(2018-19)

14.પી.પટેલ તરફથી તમામ બાળકોને પેન પાઉચ-(૨૦૦૦/-)(280)

15.ગામ અને શાળા સ્ટાફનો  સામુહિક ફાળો.-આહુજા કંપનીનું એમ્પ્લીફાયર (2018)



Monday, June 18, 2018


બાલ સંસદ-(શાળા પંચાયત) બાળકો દ્વારા ચાલતી શાળાની વિવિધ પ્રવૃતિઓના સંચાલન અને આયોજન માટે બાલસંસદની રચના -
જરૂરી પત્રકો/ફોટોગ્રાફ-

બાલ સંસદ રચના માટે જરૂરી પત્રકો-download (pdf)
બાલ સંસદ રચના માટે જરૂરી પત્રકો-EXCEL ફાઈલ DOWLOAD
જરૂરી ફોન્ટ્સ-DOWNLOAD
બાલસંસદની રચનાનો વિડીયો-જોવા માટે અહી ક્લિક કરો

બાલ સંસદના વિવિધ ખાતાની ફાળવણી અને તેના વિશેની માહિતી-












Friday, June 15, 2018




વઘાસ પ્રાથમિક શાળા
મારી કલ્પનાની શાળા
આજ રોજ ધોરણ-"0"ના બાળકોને શાળામાં પ્રવેશ આપ્યો.(ધોરણ-૧માં)
આ બાળકોએ અભિનયગીત રજૂ કર્યું-સ્કૂલ ચલે હમ...(ધોરણ-"0"સફળ)
સાથે સાથે ધોરણ-10 ના 3બાળકો (સેન્ટર માં પ્રથમ 3)અને ધોરણ-૧૨ ના 2 બાળકો (સેન્ટરમાં પ્રથમ 2)નું સન્માન કરવામાં આવ્યું..(અમારી શાળાના ભૂતપૂર્વ વિધાર્થીઓ)..
સાથે સાથે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ પણ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો..






.....સ્કૂલ ચલે હમ..
જેનો શાળા પ્રવેશ એ બાળકો ઘ્વારા જ અભિનય ગીત ...સ્કૂલ ચલે હમ....
એપ્રિલ માસમાં ધોરણ-"0" વર્ગ શરૂ કર્યો ત્યારે જ નક્કી કરવામાં આવ્યું હતું કે ..જૂન માસમાં પ્રવેશોત્સવમાં આ બાળકો અભિનય કરશે અને શાળા પ્રવેશ(હવે ધોરણ-૧) આપવામાં આવશે....
વાયદો એટલે વાયદો...