Friday, February 23, 2018
Saturday, February 17, 2018
Saturday, February 10, 2018
ઇનોવેશન ફેરમાં વઘાસ પ્રાથમિક શાળા-
ઇનોવેશનનું નામ-મારી કલ્પનાની શાળા
મારી કલ્પનાની શાળા -જે મને ગમે તમને ગમે અને સૌને ગમે (ખાસ અમારા બાળકોને) ગમે.બાળકોને શાળા ગમતી શાળા કરવા અને બાળકોને શાળામાં આવવું ગમે તે માટે અમારી ટીમ વઘાસ ધ્વારા થયેલ પ્રયત્નો....
- સૌ પ્રથમ તો માસિક વધારે હાજરીવાળા વર્ગને ઇનામ.
- સાંજે ૪ થી ૫ એક મિનીટ ગેમનું આયોજન.(અલગ અલગ દિવસે વિવિધ ૨૫ જેટલી રમતોનું આયોજન)
- બાળકો દ્વારા વિવિધ પ્રોજેક્ટ બનાવવા.
- વિવિધ પ્રવૃતિઓ જેમાં તેમના માતા-પિતા ની મદદથી વિવિધ પ્રોજેક્ટ બનાવવા..જેમકે.....૧.પૂંઠા કે થર્મોકોલ માંથી ઘર બનાવવા (૭૦ જેટલા નમુના) ૨. ચિત્રો દોરવા...૩.કચરાપેટી બનાવવી...૪.ઘડીયાળ બનાવવી(૯૦ જેટલી ) ૫.માટીના રમકડા.
- અન્ય માસિક પ્રવૃતિઓ - જેવીકે ક્વીઝ,શાકભાજી પ્રદર્શન, પુસ્તક પ્રદર્શન,૩D ફિલ્મ,વિજ્ઞાનના સાધનોનું પ્રદર્શન,વાર્તા લેખન એક પાત્રીય અભિનય,મહેદી સ્પર્ધા
- વિવિધ તહેવારો અને વિશેષ દિનની ઉજવણી.
- શાળાના બાળકો માટે સજેશન BOX અને ફરિયાદ BOX.
- શાળાની પ્રવૃતિઓ રજુ કરતુ દર માસે પ્રગટ થતું ઈ -સામયિક.