Saturday, February 10, 2018

ઇનોવેશન ફેરમાં વઘાસ પ્રાથમિક શાળા-

ઇનોવેશનનું નામ-મારી કલ્પનાની શાળા

મારી કલ્પનાની શાળા -જે મને ગમે તમને ગમે અને સૌને ગમે (ખાસ અમારા બાળકોને) ગમે. 
બાળકોને શાળા ગમતી શાળા કરવા અને બાળકોને શાળામાં આવવું ગમે તે માટે  અમારી ટીમ વઘાસ ધ્વારા થયેલ પ્રયત્નો....

  1. સૌ પ્રથમ તો માસિક વધારે હાજરીવાળા વર્ગને ઇનામ.
  2. સાંજે ૪ થી ૫ એક મિનીટ ગેમનું આયોજન.(અલગ અલગ દિવસે વિવિધ ૨૫ જેટલી રમતોનું આયોજન)
  3. બાળકો દ્વારા વિવિધ પ્રોજેક્ટ બનાવવા.
  4. વિવિધ પ્રવૃતિઓ જેમાં તેમના માતા-પિતા ની મદદથી વિવિધ પ્રોજેક્ટ બનાવવા..જેમકે.....૧.પૂંઠા કે થર્મોકોલ માંથી ઘર બનાવવા (૭૦ જેટલા નમુના)  ૨. ચિત્રો દોરવા...૩.કચરાપેટી બનાવવી...૪.ઘડીયાળ બનાવવી(૯૦ જેટલી ) ૫.માટીના રમકડા.
  5. અન્ય માસિક પ્રવૃતિઓ - જેવીકે ક્વીઝ,શાકભાજી પ્રદર્શન, પુસ્તક પ્રદર્શન,૩D ફિલ્મ,વિજ્ઞાનના સાધનોનું પ્રદર્શન,વાર્તા લેખન એક પાત્રીય અભિનય,મહેદી સ્પર્ધા
  6. વિવિધ તહેવારો અને વિશેષ દિનની ઉજવણી.
  7. શાળાના બાળકો માટે સજેશન BOX અને ફરિયાદ BOX.
  8. શાળાની પ્રવૃતિઓ રજુ કરતુ દર માસે પ્રગટ થતું ઈ -સામયિક.
શાળામાં ૧૬ CCTV કેમેરા લગાવેલા છે....WIFI થી સજ્જ શાળા છે. આખી શાળા ડીઝીટલ છે.  આ સિવાય શાળાની વિશેષતાઓ  નીચેના પત્રક ધ્વારા જાણી શકાશે. 



No comments:

Post a Comment