મહેનત કરી છે તો રંગ લાવશે..
દિલથી કરી છેને, તો રંગ લાવશે,
આજે સફળતા નથી મળી,
થોડી રાહ જો, મહેનત રંગ લાવશે
હજુ થોડા પગથિયાં બાકી છે,
હજુ થોડી કચાસ રહી ગઈ છે,
હિંમત ન હાર મહેનત રંગ લાવશે.
આમ ઉદાસ થવાથી ન ચાલે,
હજુ કાલનો દિવસ ઉગશે
નવી ચેતના ફૂટશે,નવી ઉર્જા લાવશે.
હિંમત ન હાર મહેનત રંગ લાવશે
કર્મ કરતો જા,હાક મારતો જા,
તારામાં શ્રેષ્ઠ છે તે આપતો જા,
મહેનત કરી છે તો રંગ લાવશે..
દિલથી કરી છે ને તો રંગ લાવશે..
પ્રારબ્ધ કે પુરુષાર્થ???
યક્ષ પ્રશ્ન!!!-મનુષ્યના જન્મથી
લઇ મૃત્યુ સુધી સતત જોડાયેલી બે બાબતો પુરુષાર્થ અને નસીબ.!!
કોઈપણ કાર્યમાં મનુષ્ય સફળ થાય છે તેવા સંજોગોમાં તેનો જશ પુરુષાર્થને આપવામાં
આવે છે.તેવી જ રીતે મનુષ્ય કોઈ સ્પર્ધા કે ઇન્ટરવ્યુમાં નાપાસ થાય તેવા સંજોગોમાં
પ્રારબ્ધને આગળ ધરવામાં આવે છે.
આ યક્ષ પ્રશ્નનો સાચો ઉત્તર જાણવો હોય તો
કદાચ કોઈ કરોળિયાને જ પૂછવું પડે! આ યક્ષ પ્રશ્નના ઉત્તરની શોધમાં માનવ મન તો લોલક
ની જેમ સતત ઝુલ્યા કરે છે. પરંતું કોઈ કરોળિયો જાળું ગુંથવામાં નિષ્ફળ ગયો હોય
એવું મારા જાણમાં નથી. હા, જાળું બનાવવા
કોઈ કરોળિયાના મોં માંથી ઝરતી લાળ વત્તા ઓછી હોઇ શકે, પ્રયત્નો વત્તા
ઓછા હોઇ શકે એ એનું "નશીબ"!!!
સફળ લોકો પોતાની સફળતાનો તમામ યશ પુરુષાર્થને
આપતા હોય છે જ્યારે નિષ્ફળતાથી નિરાશ થયેલ લોકો નિષ્ફળતાનો તમામ અપજશ પ્રારબ્ધને
આપતા હોય છે. પ્રારબ્ધ પર
દોષારોપણ પ્રયુક્તિ એ નિષ્ફળતાના ઘા પર લગાવા માં આવતી painkiller મલમ છે. આ મલમનો
વધારે પડતો ઉપયોગ ઘાતક સાબીત થઈ શકે છે.
1960 ની Olympics માં દોડ ની સ્પર્ધા માટેત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ
જીતનાર પોલિયોગ્રસ્ત વિલ્મા_રુડોલ્ફ ને પૂછવું જોઈએ એ કટલી નસીબદાર હતી !! Olympic તરણ સ્પર્ધામાં
એકલા હાથે સાત-સાત gold medal
જીતનાર માઈકલ ફેલેપ્સ ને
પૂછવું જોઈએ એ કેટલો નસીબદાર છે!!
હા, મિત્રો પ્રારબ્ધ નો પણ મહિમા છે જ. પરંતું પ્રારબ્ધના બારણે ટકોરા
મારવાનો પુરુષાર્થ કર્યા વીના
પ્રારબ્ધનાં બારણાં ક્યાંથી ખુલશે??? ખરા અર્થમાં તો પુરુષાર્થ વીના પ્રારબ્ધ
વાંજણુ છે.
સરવાળે એવું કહી શકાય કે નસીબ ૨૦% કામ કરતુ હોય
છે પરંતુ પુરુષાર્થ તો ૮૦ % કરવો જ રહ્યો.. કહેવાય છેને ભગવાનની ઈચ્છા વિના
પાંદડુંએ હાલતું નથી..પણ ભગવાનની ઈચ્છા હોય છે કે તું પુરુષાર્થ કર તો સફળતા
મળશે...મળશે...મળશે.
No comments:
Post a Comment