સરકારી
શાળાઓમાં શિક્ષણમાં નબળા બાળકો માટે જવાબદાર કોણ ?
૧.પ્રથમ જવાબદારી શાળાના આચાર્ય અને શિક્ષકની
૨.વાલી/માતા-પિતા
૩.બાળક
૪.અન્ય પરિસ્થિતિઓ
૧.જેમાં
સૌ પ્રથમ કારણ શાળામાં કામ કરતો શિક્ષકગણ ઘણીવાર જવાબદાર હોઈ શકે.કેમકે
હાજરીપત્રકમાં હાજરી ભરચક હોય અને બાળક કુદરતી રીતે સામાન્ય હોય તો બાળક અભ્યાસમાં
નબળું હોવા માટે શાળા પરિવાર જવાબદાર ઘણી શકાય.જેમાં બેમત નથી.
૨.ઘણા
કિસ્સાઓમાં મજુર વર્ગમાંથી આવતા બાળકોના વાલીઓ પોતાના બાળકોની પુરતી દરકાર રાખતા
નથી.પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે પોતાના બાળકોને ઘરકામ તથા અન્ય કામમાં પરોવી
રાખતા હોય છે.પોતાનું બાળક ક્યાં ધોરણમાં અભ્યાસ કરે છે.તથા આજે નિશાળે ગયું કે
નહિ તેની પણ તેમને ખબર હોતી નથી.
૩.બાળક –કુદરતી રીતે ખોડખાપણ વાળા બાળકો તથા
સ્લો લર્નર બાળકો પણ પોતાની ઉમરની ક્ષમતા મુજબ પ્રગતિ કરી શકતા નથી.આવાં બાળકો
શાળાદીઠ ૫%કરતા ઓછા હોય છે.
૪.અન્ય પરિસ્થતિ-
· બાળકને ઘરકામ
તથા અન્ય કામ કરવા જવું પડતું હોય. પોતાના નાના-ભાઈ બહેનને સાચવવાની જવાબદારી
· શાળાથી દુરના
(ખેતર)વિસ્તારમાંથી આવતા હોય.(ઘણીવાર ૨કિમી જેટલું ચાલીને આવે અને શાળામાં પણ કશું
શીખવા ન મળતું હોય).
· અન્ય બાળકો
સાથે પોતે લઘુતાગ્રંથીથી પીડાતું હોય (આર્થિક પરિસ્થિતિ,જાતિ વિષયક બાબતો/શીખવાની
ક્ષમતા બાબતે).
· ઘરનું તથા ગામનું વાતાવરણ ઘણીવાર મહત્વનો ભાગ ભજવતું
હોય છે.
· નોકરી મળવાની
નથી,ભણીને કોનું સારું થયું-જેવા નકારાત્મક વિચારો પણ ભાગ ભજવતા હોય છે. -જે.પી.પટેલ
No comments:
Post a Comment