Thursday, December 6, 2018

આપને અને આપણો વ્યવસાય
“જોઇને અડચણ ના અટકો, ના ડરો,
ભીત તોડો ને નવો રસ્તો કરો.”
મનુષ્યના સ્વભાવ પ્રમાણે હમેશા બીજાની થાળીમાં મોટા લાડુ દેખાતા હોય છે. એટલે કે કહી શકાય કે પોતાના વ્યવસાય કરતા બીજાનો વ્યવસાય વધુ સારો લાગતો હોય....અને પોતાના સુખ કરતા બીજાનું સુખ વધારે લાગતું હોય છે.
વાસ્તવિકતા તો એ છે કે માણસને પોતાના વ્યવસાય/નોકરીનું ગૌરવ હોવું જોઈએ.પોતે કરતા હોય તેવી નોકરીનું ગૌરવ હોવું જોઈએ .મારા પણાનો ભાવ હોવો જોઈએ....નોકરી/વ્યવસાય ગમવો જોઈએ.
“તમે દરેક તકલીફ માટે એક નિરાકરણ શોધો અથવા દરેક નિરાકરણ માટે એક તકલીફ શોધો.”
અહી એક નાની વાર્તા રજુ કરી છે..જ સમજવા લાયક છે.....

એક નાનું સર્કસ. રોજ ત્રણ ખેલ ચાલે, ઘણા જુદા-જુદા કરતબ બતાવે. ત્યાં એક બબલુભાઈ. ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવે, સવારના નવ વાગ્યાના શોમાં એનાઉન્સમેન્ટ થયું, “હવે બબલુભાઈ આપણને ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવશેબબલુભાઈએ ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવ્યું. બાર વાગ્યાના શોમાં એનાઉન્સમેન્ટ થયું, “હવે બબલુભાઈ આપણને ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવશેબબલુભાઈએ ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવ્યું. પણ ત્રણ વાગ્યે જ્યારે એનાઉન્સમેન્ટ થયું ત્યારે બધા શોધે કે બબલુભાઈ ક્યાં ? બબલુભાઈ પડદા પાછળ ટીફીન ખોલીને ખાવા બેઠા હતા. સર્કસના માલિકે કહ્યું કે જલદી ચાલ બબલુ, હવે તારા કરતબનો વારો છે. ત્યારે બબલુભાઈ કહે આંખો દિવસ કામ જ કરાવ્યા કરશો કે પછી શાંતિથી ખાવા પણ દેશો ?????
આપણે પણ આવા બબલુભાઈ જેવા જ છીએ અને આપણા વ્યવસાયનું પણ આવું જ છે, જેમ બબલુભાઈ ૪૦ લાડવા ખાવાને પોતાનો વ્યવસાય સમજે છે તેમ આપણે પણ બાળકોને ભણાવવું તેને આપણો વ્યવસાય તરીકે જ માની લીધો છે, પરંતુ જો બબલુભાઈ જે દિવસે વિચારશે કે ૪૦ લાડવા ખાવાના કરતબમાં લોકોના મનોરંજનની સાથે-સાથે પોતાની ભૂખ પણ સંતોષાય છે,તે દિવસથી તેને ટિફિનની જરૂર નહી રહે, આપણે જે દિવસે પણ શિક્ષક્ના વ્યવસાયની ઉપર જઈને વિચારીશું કે આપણને બાળકોને સુશિક્ષિત અને સમાજ-ઉપયોગી બાનાવવા માટેના કામના વળતરમાં આપણને પગારની સાથે-સાથે વિદ્યાદાનકર્યાનું પુણ્ય પણ મળે છે તે દિવસથી આપણે શિક્ષણ આપવું તે આપણો કર્મ નહી ધર્મ બની જશે. પછી કોઈ શિક્ષકે પુણ્ય કમાવવા માટે ક્યાંય જવું નહી પડે. અને પછી જ ખરા અર્થમાં બાળકો બાળ-દેવો” , શાળા સ્વર્ગઅને શિક્ષકને ગુરૂસમાન કહેવાશે.
તમે જે રીતે કામ કરતા હતા તે જ રીતે કામ કરતા રહેશો તો તમને એ જ પરિણામ મળશે,જે તમને મળતું હતું.માટે જ કામ કરવાની પધ્ધતિ સ્થાનિક પરીસ્થિતિને આધારે બદલો.
આભાર
-જીતેન્દ્ર પટેલ
 હે ભગવાન !

હું જે કંઇ બદલી ન શકું તેને જેમનું તેમ  સ્વીકારવાની મને નમ્રતા આપો,
જે કંઇ બદલી શકું તેને બદલવાની નિર્ભીકતા આપો. અને એ બંને વચ્ચેનો તફાવત સમજવાનું શાણપણ આપો.

No comments:

Post a Comment