સરકારી
શાળામાં વર્ગખંડમાં નડતી મુખ્ય મુશ્કેલીઓ-તેના ઉપાયો
કોઈ પણ સરકારી શાળામાં વર્ગખંડની કેટલીક
સમસ્યાઓ છે. જેમાં મુખ્ય બે મુખ્ય બાબતો છે.(અન્ય સમસ્યા વિષે હાલ વિચારતા નથી.)
૧.બાળકોની અનિયમિતતા
૨.વાંચન-ગણન-લેખન.
જેમાંથી
પ્રથમ સમસ્યા માટે છેલ્લા ૩ વર્ષમાં શાળામાં હાજરી વધારવા ઘણા પ્રયત્નો કરવામાં
આવ્યા છે.જેમાં માસિક હાજરી,સૌથી વધુ હાજરી ધરાવનાર વર્ગને ઇનામ,વધુ હાજરી વાળા
વર્ગ સામે ફ્લેગ,નાની મોટી સજા,શાળામાં જાત જાતની પ્રવૃત્તિઓ, અવનવી રમતો વગેરે .(શાળાની પ્રવૃતિઓ આપ શાળાના બ્લોગ
પર જોઈ શકો છો.)હાજરીમાં પણ નોધપાત્ર વધારો જોવા મળ્યો છે.૭૦ % થી ૯૫ % સુધી હાજરી
પહોચી છે.૧૦૦% હાજરી કરવા માટે શાળા પરિવાર ખુબ જ પ્રયત્ન કરી રહ્યો છે.(૫૦ જેટલા
બાળકો ખેતર અને અન્ય ગામમાંથી આવે છે.)સફળતા મળશે મળશે અને મળશે જ.....!!!!
૨.વાંચન-ગણન-લેખન
મોટાભાગની
શાળાઓમાં આ સમસ્યા જોવા મળે છે.જેનું એક મુખ્ય કારણ ઉપરનું(બાળકની અનિયમિતતા )છે.આ
માટે શાળામાં અલગ અલગ વર્ગ બનાવી શિક્ષણ કાર્ય કરાવવામાં આવ્યું હતું જે પ્રક્રિયા
૨ વર્ષ (સમયાંતરે) ચાલી.
જેમાં કુલ ૫ વર્ગ બનાવવામાં આવ્યા ધોરણ-૩ થી
૮ ના વાંચન-ગણન-લેખન માં નબળા બાળકોને લેવામાં આવ્યા.અને તેમનું કુલ ૫ વિભાગમાં
વિભાજન કરવામાં આવ્યું.લગભગ ૧૫૦ બાળકો (અડધી શાળા)કાઢવામાં આવ્યા.અને તેમનું કુલ
-૫ વિભાગમાં વહેચવામાં આવ્યા.
નામ
|
વર્ગનું સ્તર
|
ધોરણ
|
ગામ
|
સૌથી નબળો વર્ગ
|
૧
|
તાલુકો
|
થોડો નબળો વર્ગ
|
૨
|
જીલ્લો
|
મધ્યમ વર્ગ
|
૩
|
રાજ્ય
|
મધ્યમથી સારો
|
૪
|
દેશ
|
પ્રમાણમાં સારો વર્ગ
|
૫
|
બસ કામ થતું ગયું જે વર્ગમાં પ્રમાણસર
બાળકોને આવડતું જાય તેને આગળના વર્ગમાં મોકલવામાં આવતા અને તે પ્રમાણે શ્રુતલેખન
અને ગણિતની ચાર ક્રિયાઓ જે બાળકને આવડી જાય તે પ્રમાણે આવાં બાળકોને પોતાના
વર્ગમાં મોકલવામાં આવતા.લગભગ ૮૫ % સફળતા મળી.૧૭-૧૮ ના વર્ષમાં મિશન-૧૦૦ ડે અંતર્ગત
પણ કામ કરવામાં આવ્યું હતું.હાલ ચાલુ વર્ષે જુન માસથી જ ઉપચારાત્મક કાર્ય ચાલુ
છે.શાળા સ્ટાફ અને આચાર્ય દ્વારા ડીસેમ્બર-૨૦૧૮ સુધીમાં ૧૦૦ %
વાંચન-ગણન-લેખન નો ગોલ રાખવામાં આવ્યો છે.
- મારી પાસે સફળતાની કોઈ
ફોર્મ્યુલા નથી, પણ નિષ્ફળતાની છે-હમેશા બધાને ખુશ કરવાની કોશિશ કરતા રહો,
નિષ્ફળતા અચૂક મળવાની.
No comments:
Post a Comment