Tuesday, December 25, 2018

“ગમતી શાળા”-મારી કલ્પનાની શાળા
ઘર કરતા મને વધુ ગમે મારી શાળા

શાળા કેવી હોવી જોઈએ ?
બાળકોને ગમે એવી ?
શિક્ષકોને ગમે એવી ?
વાલી(માતા-પિતા)ઓને ગમે એવી ?
અધિકારીને ગમે એવી ?
કોઈ એક ગામમાં દુકાન આવેલી હોય છે.તો તે દુકાન કેવી હોવી જોઈએ ?(હા બરાબર છે...ગ્રાહકને ગમે એવી )
કોઈ કંપની વેચવા માટે ગાડી બનાવે...તો ગાડી કેવી હોવી જોઈએ ?(yes right..ગ્રાહકને ગમે એવી)
આવા તો અઢળક ઉદાહરણ આપી શકાય...
અહી ઉપભોક્તા(ગ્રાહક) તરીકે બાળક રાખીને વિચારી શકાય કે શાળા કેવી હોવી જોઈએ?(right..બાળકોને ગમે એવી)
તો બાળકોને શું ગમે ?
રમવું, નાચવું, કૂદવું, બનાવવું, જોડવું, વાળવું, કાપવું, ચોટાડવું, ઉજવવું, બતાવવું, જોવું.....વગેરે સાથે સાથે ..હરીફાઈ,પ્રોત્સાહન,ઇનામ-સાથે ભણવાનું તો ખરું જ હો...
આ બધુ જ એક જ જગ્યાએ મળી જાય તો....!!! તો તો મજા જ પડી જાય....
અમારી શાળામાં.......
·      * અવનવી રમતો શાળામાં રમાડાય છે.(૧ મિનીટ ગેમ,MONDAY GAME)
·     *  વિવિધ સ્પર્ધાઓ શાળામાં યોજાય છે.(વોઈસ ઓફ વઘાસ,ક્વીઝ,વકૃત્વ.....)
·      *જાત-જાતની પ્રવૃત્તિઓ શાળામાં થાય છે.
(ઘડિયાળ,ઘર,ગાડી,કચરાપેટી,વેસ્ટમાંથી બેસ્ટ વગેરે બનાવવા)
·       *વિવધ પ્રકારના પ્રદર્શનો યોજાય છે.(શાકભાજી,પુસ્તકો,વિજ્ઞાનના સાધનો)
·       *પ્રવુતિઓ-સ્પર્ધાઓમાં ઇનામ આપી પ્રોત્સાહિત કરાય છે.
·       *બાળકોને ગમતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો-વેશભૂષા
·       *દરેક બાળકનો જન્મદિન કાર્ડ આપી શાળામાં ઉજવાય છે.
·       *શાળામાં ફિલ્મો અને પ્રેરણાદાયી વિડીઓ મોટા સ્ક્રીન પર બતાવવામાં આવે છે.
·       *શાળામાં ૨ સ્માર્ટ ટેકનોલોજીના ઉપયોગ વડે શિક્ષણકાર્ય.(જ્ઞાનકુંજ)
·       *દરેક વર્ગમાં પૂરતા પ્રમાણમાં ભૌતિક સુવિધાઓ છે.(બેન્ચ,ડેસ્ક,શેતરંજી,પંખા)
·       *બાળસંસદના સભ્યોની દરેક એક્ટીવીમાં સહભાગીદારી.
·       *બાળકો ધ્વારા સંચાલિત વિવધતાસભર પ્રાર્થના સભા.
·       *બાળકોની પ્રવૃત્તિ દર માસે શાળાના સામયિક-“પ્રગતિ”માં છાપવામાં આવે છે.(છેલ્લા ૧૨ માસથી બહાર પડે છે.)
·       *ગામમાં ચાલતા ગ્રુપમાં બાળકોએ કરેલ પ્રવૃતિ સેર કરવામાં આવે છે.
·       *બાળકોની બચત બેંક શાળામાં જ ચલાવવામાં આવે છે.-“ઉત્કર્ષ બેંક”
           (બાળકો ધ્વારા સંચાલન-૬૦૦૦૦/-જેટલી બચતો તા-૧૫/૧૨/૧૮ ની સ્થિતિ)
·      * ૨ પ્રકારના બાળકોને ગમતા યુનિફોર્મ
·       *શાળાનો સુંદર મજાનો બગીચો(લોન સાથે)
·      *16 CCTV કેમેરાથી સજ્જ શાળા.(વર્ગખંડમાં થતી નાની-મોટી ચોરીમાં ઉપયોગી)
·       *શાળાના શૈક્ષણિક બ્લોક પર બાળકોની પ્રવુતિના ફોટો.- https://vaghas.blogspot.com/
·       *યુ-ટુબ ચેનલ પર બાળકોના વિડીયો
·       *તહેવારોની શાળામાં ઉજવણી.(હોળી,દિવાળી,ઉતરાયણ.....)









Thursday, December 6, 2018

આપને અને આપણો વ્યવસાય
“જોઇને અડચણ ના અટકો, ના ડરો,
ભીત તોડો ને નવો રસ્તો કરો.”
મનુષ્યના સ્વભાવ પ્રમાણે હમેશા બીજાની થાળીમાં મોટા લાડુ દેખાતા હોય છે. એટલે કે કહી શકાય કે પોતાના વ્યવસાય કરતા બીજાનો વ્યવસાય વધુ સારો લાગતો હોય....અને પોતાના સુખ કરતા બીજાનું સુખ વધારે લાગતું હોય છે.
વાસ્તવિકતા તો એ છે કે માણસને પોતાના વ્યવસાય/નોકરીનું ગૌરવ હોવું જોઈએ.પોતે કરતા હોય તેવી નોકરીનું ગૌરવ હોવું જોઈએ .મારા પણાનો ભાવ હોવો જોઈએ....નોકરી/વ્યવસાય ગમવો જોઈએ.
“તમે દરેક તકલીફ માટે એક નિરાકરણ શોધો અથવા દરેક નિરાકરણ માટે એક તકલીફ શોધો.”
અહી એક નાની વાર્તા રજુ કરી છે..જ સમજવા લાયક છે.....

એક નાનું સર્કસ. રોજ ત્રણ ખેલ ચાલે, ઘણા જુદા-જુદા કરતબ બતાવે. ત્યાં એક બબલુભાઈ. ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવે, સવારના નવ વાગ્યાના શોમાં એનાઉન્સમેન્ટ થયું, “હવે બબલુભાઈ આપણને ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવશેબબલુભાઈએ ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવ્યું. બાર વાગ્યાના શોમાં એનાઉન્સમેન્ટ થયું, “હવે બબલુભાઈ આપણને ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવશેબબલુભાઈએ ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવ્યું. પણ ત્રણ વાગ્યે જ્યારે એનાઉન્સમેન્ટ થયું ત્યારે બધા શોધે કે બબલુભાઈ ક્યાં ? બબલુભાઈ પડદા પાછળ ટીફીન ખોલીને ખાવા બેઠા હતા. સર્કસના માલિકે કહ્યું કે જલદી ચાલ બબલુ, હવે તારા કરતબનો વારો છે. ત્યારે બબલુભાઈ કહે આંખો દિવસ કામ જ કરાવ્યા કરશો કે પછી શાંતિથી ખાવા પણ દેશો ?????
આપણે પણ આવા બબલુભાઈ જેવા જ છીએ અને આપણા વ્યવસાયનું પણ આવું જ છે, જેમ બબલુભાઈ ૪૦ લાડવા ખાવાને પોતાનો વ્યવસાય સમજે છે તેમ આપણે પણ બાળકોને ભણાવવું તેને આપણો વ્યવસાય તરીકે જ માની લીધો છે, પરંતુ જો બબલુભાઈ જે દિવસે વિચારશે કે ૪૦ લાડવા ખાવાના કરતબમાં લોકોના મનોરંજનની સાથે-સાથે પોતાની ભૂખ પણ સંતોષાય છે,તે દિવસથી તેને ટિફિનની જરૂર નહી રહે, આપણે જે દિવસે પણ શિક્ષક્ના વ્યવસાયની ઉપર જઈને વિચારીશું કે આપણને બાળકોને સુશિક્ષિત અને સમાજ-ઉપયોગી બાનાવવા માટેના કામના વળતરમાં આપણને પગારની સાથે-સાથે વિદ્યાદાનકર્યાનું પુણ્ય પણ મળે છે તે દિવસથી આપણે શિક્ષણ આપવું તે આપણો કર્મ નહી ધર્મ બની જશે. પછી કોઈ શિક્ષકે પુણ્ય કમાવવા માટે ક્યાંય જવું નહી પડે. અને પછી જ ખરા અર્થમાં બાળકો બાળ-દેવો” , શાળા સ્વર્ગઅને શિક્ષકને ગુરૂસમાન કહેવાશે.
તમે જે રીતે કામ કરતા હતા તે જ રીતે કામ કરતા રહેશો તો તમને એ જ પરિણામ મળશે,જે તમને મળતું હતું.માટે જ કામ કરવાની પધ્ધતિ સ્થાનિક પરીસ્થિતિને આધારે બદલો.
આભાર
-જીતેન્દ્ર પટેલ
 હે ભગવાન !

હું જે કંઇ બદલી ન શકું તેને જેમનું તેમ  સ્વીકારવાની મને નમ્રતા આપો,
જે કંઇ બદલી શકું તેને બદલવાની નિર્ભીકતા આપો. અને એ બંને વચ્ચેનો તફાવત સમજવાનું શાણપણ આપો.

સરકારી શાળામાં વર્ગખંડમાં નડતી મુખ્ય મુશ્કેલીઓ-તેના ઉપાયો
કોઈ પણ સરકારી શાળામાં વર્ગખંડની કેટલીક સમસ્યાઓ છે. જેમાં મુખ્ય બે મુખ્ય બાબતો છે.(અન્ય સમસ્યા વિષે હાલ વિચારતા નથી.)
૧.બાળકોની અનિયમિતતા
૨.વાંચન-ગણન-લેખન.
       જેમાંથી પ્રથમ સમસ્યા માટે છેલ્લા ૩ વર્ષમાં શાળામાં હાજરી વધારવા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે.જેમાં માસિક હાજરી,સૌથી વધુ હાજરી ધરાવનાર વર્ગને ઇનામ,વધુ હાજરી વાળા વર્ગ સામે ફ્લેગ,નાની મોટી સજા,શાળામાં જાત જાતની પ્રવૃત્તિઓ, અવનવી  રમતો વગેરે .(શાળાની પ્રવૃતિઓ આપ શાળાના બ્લોગ પર જોઈ શકો છો.)હાજરીમાં પણ નોધપાત્ર વધારો જોવા મળ્યો છે.૭૦ % થી ૯૫ % સુધી હાજરી પહોચી છે.૧૦૦% હાજરી કરવા માટે શાળા પરિવાર ખુબ જ પ્રયત્ન કરી રહ્યો છે.(૫૦ જેટલા બાળકો ખેતર અને અન્ય ગામમાંથી આવે છે.)સફળતા મળશે મળશે અને મળશે જ.....!!!!
૨.વાંચન-ગણન-લેખન
    મોટાભાગની શાળાઓમાં આ સમસ્યા જોવા મળે છે.જેનું એક મુખ્ય કારણ ઉપરનું(બાળકની અનિયમિતતા )છે.આ માટે શાળામાં અલગ અલગ વર્ગ બનાવી શિક્ષણ કાર્ય કરાવવામાં આવ્યું હતું જે પ્રક્રિયા ૨ વર્ષ (સમયાંતરે) ચાલી.
જેમાં કુલ ૫ વર્ગ બનાવવામાં આવ્યા ધોરણ-૩ થી ૮ ના વાંચન-ગણન-લેખન માં નબળા બાળકોને લેવામાં આવ્યા.અને તેમનું કુલ ૫ વિભાગમાં વિભાજન કરવામાં આવ્યું.લગભગ ૧૫૦ બાળકો (અડધી શાળા)કાઢવામાં આવ્યા.અને તેમનું કુલ -૫ વિભાગમાં વહેચવામાં આવ્યા.
નામ
વર્ગનું સ્તર
ધોરણ
ગામ
સૌથી નબળો વર્ગ
તાલુકો
થોડો નબળો વર્ગ
જીલ્લો
મધ્યમ વર્ગ
રાજ્ય
મધ્યમથી સારો
દેશ
પ્રમાણમાં સારો વર્ગ

બસ કામ થતું ગયું જે વર્ગમાં પ્રમાણસર બાળકોને આવડતું જાય તેને આગળના વર્ગમાં મોકલવામાં આવતા અને તે પ્રમાણે શ્રુતલેખન અને ગણિતની ચાર ક્રિયાઓ જે બાળકને આવડી જાય તે પ્રમાણે આવાં બાળકોને પોતાના વર્ગમાં મોકલવામાં આવતા.લગભગ ૮૫ % સફળતા મળી.૧૭-૧૮ ના વર્ષમાં મિશન-૧૦૦ ડે અંતર્ગત પણ કામ કરવામાં આવ્યું હતું.હાલ ચાલુ વર્ષે જુન માસથી જ ઉપચારાત્મક કાર્ય ચાલુ છે.શાળા સ્ટાફ અને આચાર્ય દ્વારા ડીસેમ્બર-૨૦૧૮  સુધીમાં ૧૦૦ %  વાંચન-ગણન-લેખન નો ગોલ રાખવામાં આવ્યો છે.
- મારી પાસે  સફળતાની કોઈ  ફોર્મ્યુલા નથી, પણ નિષ્ફળતાની છે-હમેશા બધાને ખુશ કરવાની કોશિશ કરતા રહો, નિષ્ફળતા અચૂક મળવાની.


                                                                                                              

સરકારી શાળાઓમાં શિક્ષણમાં નબળા બાળકો માટે જવાબદાર કોણ ?

૧.પ્રથમ જવાબદારી શાળાના આચાર્ય અને શિક્ષકની
૨.વાલી/માતા-પિતા
૩.બાળક
૪.અન્ય પરિસ્થિતિઓ
   ૧.જેમાં સૌ પ્રથમ કારણ શાળામાં કામ કરતો શિક્ષકગણ ઘણીવાર જવાબદાર હોઈ શકે.કેમકે હાજરીપત્રકમાં હાજરી ભરચક હોય અને બાળક કુદરતી રીતે સામાન્ય હોય તો બાળક અભ્યાસમાં નબળું હોવા માટે શાળા પરિવાર જવાબદાર ઘણી શકાય.જેમાં બેમત નથી.
   ૨.ઘણા કિસ્સાઓમાં મજુર વર્ગમાંથી આવતા બાળકોના વાલીઓ પોતાના બાળકોની પુરતી દરકાર રાખતા નથી.પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે પોતાના બાળકોને ઘરકામ તથા અન્ય કામમાં પરોવી રાખતા હોય છે.પોતાનું બાળક ક્યાં ધોરણમાં અભ્યાસ કરે છે.તથા આજે નિશાળે ગયું કે નહિ તેની પણ તેમને ખબર હોતી નથી.
   ૩.બાળક –કુદરતી રીતે ખોડખાપણ વાળા બાળકો તથા સ્લો લર્નર બાળકો પણ પોતાની ઉમરની ક્ષમતા મુજબ પ્રગતિ કરી શકતા નથી.આવાં બાળકો શાળાદીઠ ૫%કરતા ઓછા હોય છે.
   ૪.અન્ય પરિસ્થતિ-
·    બાળકને ઘરકામ તથા અન્ય કામ કરવા જવું પડતું હોય. પોતાના નાના-ભાઈ બહેનને સાચવવાની જવાબદારી
·    શાળાથી દુરના (ખેતર)વિસ્તારમાંથી આવતા હોય.(ઘણીવાર ૨કિમી જેટલું ચાલીને આવે અને શાળામાં પણ કશું શીખવા ન મળતું હોય).
·    અન્ય બાળકો સાથે પોતે લઘુતાગ્રંથીથી પીડાતું હોય (આર્થિક પરિસ્થિતિ,જાતિ વિષયક બાબતો/શીખવાની ક્ષમતા બાબતે).
·    ઘરનું  તથા ગામનું વાતાવરણ ઘણીવાર મહત્વનો ભાગ ભજવતું હોય છે.
·    નોકરી મળવાની નથી,ભણીને કોનું સારું થયું-જેવા નકારાત્મક વિચારો પણ ભાગ ભજવતા હોય છે.                                                            -જે.પી.પટેલ



મહેનત કરી છે તો રંગ લાવશે..
દિલથી કરી છેને, તો રંગ લાવશે,
આજે સફળતા નથી મળી,
થોડી રાહ જો, મહેનત રંગ લાવશે
હજુ થોડા પગથિયાં બાકી છે,
હજુ થોડી કચાસ રહી ગઈ છે,
હિંમત ન હાર મહેનત રંગ લાવશે.
આમ ઉદાસ થવાથી ન ચાલે,
હજુ કાલનો દિવસ ઉગશે
નવી ચેતના ફૂટશે,નવી ઉર્જા લાવશે.
હિંમત ન હાર મહેનત રંગ લાવશે
કર્મ કરતો જા,હાક મારતો જા,
તારામાં શ્રેષ્ઠ છે તે આપતો જા,
મહેનત કરી છે તો રંગ લાવશે..
દિલથી કરી છે ને તો રંગ લાવશે..
પ્રારબ્ધ કે પુરુષાર્થ???

યક્ષ પ્રશ્ન!!!-મનુષ્યના જન્મથી લઇ મૃત્યુ સુધી સતત જોડાયેલી બે બાબતો પુરુષાર્થ અને નસીબ.!!
કોઈપણ કાર્યમાં મનુષ્ય સફળ થાય છે તેવા સંજોગોમાં તેનો જશ પુરુષાર્થને આપવામાં આવે છે.તેવી જ રીતે મનુષ્ય કોઈ સ્પર્ધા કે ઇન્ટરવ્યુમાં નાપાસ થાય તેવા સંજોગોમાં પ્રારબ્ધને આગળ ધરવામાં આવે છે.
આ યક્ષ પ્રશ્નનો સાચો ઉત્તર જાણવો હોય તો કદાચ કોઈ કરોળિયાને જ પૂછવું પડે! આ યક્ષ પ્રશ્નના ઉત્તરની શોધમાં માનવ મન તો લોલક ની જેમ સતત ઝુલ્યા કરે છે. પરંતું કોઈ કરોળિયો જાળું ગુંથવામાં નિષ્ફળ ગયો હોય એવું મારા જાણમાં નથી. હા, જાળું બનાવવા કોઈ કરોળિયાના મોં માંથી ઝરતી લાળ વત્તા ઓછી હોઇ શકે, પ્રયત્નો વત્તા ઓછા હોઇ શકે એ એનું "નશીબ"!!!
સફળ લોકો પોતાની સફળતાનો તમામ યશ પુરુષાર્થને આપતા હોય છે જ્યારે નિષ્ફળતાથી નિરાશ થયેલ લોકો નિષ્ફળતાનો તમામ અપજશ પ્રારબ્ધને આપતા હોય છે.  પ્રારબ્ધ પર દોષારોપણ પ્રયુક્તિ એ નિષ્ફળતાના ઘા પર લગાવા માં આવતી painkiller  મલમ છે. આ મલમનો વધારે પડતો ઉપયોગ ઘાતક સાબીત થઈ શકે છે.  
1960 ની  Olympics માં  દોડ ની સ્પર્ધા માટેત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ જીતનાર પોલિયોગ્રસ્ત વિલ્મા_રુડોલ્ફ ને પૂછવું જોઈએ એ કટલી નસીબદાર  હતી !! Olympic  તરણ સ્પર્ધામાં એકલા હાથે સાત-સાત gold medal જીતનાર  માઈકલ ફેલેપ્સ ને પૂછવું જોઈએ એ કેટલો નસીબદાર છે!! 
હા, મિત્રો પ્રારબ્ધ નો પણ મહિમા છે જ.  પરંતું  પ્રારબ્ધના  બારણે ટકોરા મારવાનો પુરુષાર્થ  કર્યા વીના પ્રારબ્ધનાં બારણાં ક્યાંથી ખુલશે??? ખરા અર્થમાં તો પુરુષાર્થ વીના પ્રારબ્ધ વાંજણુ છે. 
સરવાળે એવું કહી શકાય કે નસીબ ૨૦% કામ કરતુ હોય છે પરંતુ પુરુષાર્થ તો ૮૦ % કરવો જ રહ્યો.. કહેવાય છેને ભગવાનની ઈચ્છા વિના પાંદડુંએ હાલતું નથી..પણ ભગવાનની ઈચ્છા હોય છે કે તું પુરુષાર્થ કર તો સફળતા મળશે...મળશે...મળશે.